IND vs AUS: ઉમેશ યાદવે અપાવી ભારતને પ્રથમ સફળતા, મેટ રેનશો આઉટ

Mar 25, 2017 10:47 AM IST | Updated on: Mar 25, 2017 10:47 AM IST

ધર્મશાલા #ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચાર મેચની ટેસ્ટ સીરીઝમાં આજથી ધર્મશાલા ખાતે શરૂ થયેલી છેલ્લી અને ચોથી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટીંગનો નિર્ણય લીધો છે. જોકે ઉમેશ યાદવે ભારતને પ્રથમ સફળતા અપાવી છે. મેટ રેનશો એક રન બનાવી ઉમેશ યાદવના બોલે ક્લિન બોલ્ડ થયો હતો. (મેચનો લાઇવ સ્કોર જોવા અહીં ક્લિક કરો)

ચોથી અને આખરી ટેસ્ટ મેચમાં ટોસ જીતી ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટીંગ લીધી છે. વિરાટ કોહલી ઇજાગ્રસ્ત હોવાને લીધે આ મેચમાં નથી રમી રહ્યો, અજિંક્ય રહાણેની કેપ્ટનશીપમાં આ મેચ રમાઇ રહી છે.

IND vs AUS: ઉમેશ યાદવે અપાવી ભારતને પ્રથમ સફળતા, મેટ રેનશો આઉટ

ટીમ ઇન્ડિયામાં અન્ય પણ કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. વિરાટ કોહલીને બદલે કુલદીપ યાદવને સ્થાન આપવામાં આવ્યું છે. તો ઇશાંક શર્માને સ્થાને ભુવનેશ્વર કુમારને તક આપવામાં આવી છે. ઓસ્ટ્રેલિયાની ટીમમાં કોઇ ફેરફાર કરાયો નથી.

આ મેચ મહત્વની એટલા માટે છે કે, અગાઉની ત્રણ મેચમાં ભારત અને ઓસ્ટ્રેલિયા બંને એક એક મેચ જીત્યા છે જ્યારે એક મેચ ડ્રો ગઇ છે. આજની મેચ જે જીતે એ સીરીઝ જીતી જશે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર