દેશના 89 મહાનુભાવોને અપાશે પદ્મ પુરસ્કાર, જુઓ આખી યાદી

Jan 25, 2017 06:38 PM IST | Updated on: Jan 25, 2017 09:07 PM IST

અમદાવાદ #ભારત સરકાર દ્વારા પ્રજાસત્તાક દિવસે 89 વિભૂતિઓને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરાશે. જેમાં ગુજરાતની સાત વિભૂતિઓને આ સન્માનથી સન્માનિત કરાશે.

ભારત સરકાર દ્વારા આ વર્ષે 89 વિભૂતિઓને પદ્મ એવોર્ડથી સન્માનિત કરાશે. જેમાં 7 પદ્મ વિભૂષણ, 7 પદ્મ ભૂષણ અને 75 પદ્મશ્રી એવોર્ડ એનાયત કરાશે. જેમાં ગુજરાતના છ મહાનુભાવોને આ સન્માન એનાયત થશે.

26 જાન્યુઆરીએ અપાનાર પદ્મશ્રી પુરસ્કારની સરકાર દ્વારા આજે જાહેરાત કરવામાં આવી છે. ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી, જિમનાસ્ટિક દિપા કર્માકર, ઓલિમ્પિક વિજેતા સાક્ષી મલિક, ભારતીય હોકી ટીમના કેપ્ટન શ્રીજેશ અને ડિસ્કસ થ્રોઅર વિકાસ ગૌડાને રમત શ્રેણીમાં પદ્મશ્રી આપવામાં આવશે.

ગાયક કૈલાશ ખેર અને અનુરાધા પૌંડવાલને સંગીતની શ્રેણીમાં પદ્મશ્રી આપવામાં આવ્યો છે. સેલિબ્રિટી શેફ સંજીવ કપૂર અને પત્રકાર ભાવના સોમૈયાને પુરસ્કાર અપાશે.

એનઆરઆઇ આનંદ અગ્રવાલ, અનુરાધા પૌંડવાલ, લેખક નરેન્દ્ર કોહલી, મધુબની પેન્ટિંગ માટે બી દેવી, ડો.મુકુલ નાયક, કલા માટે બસંતી બિષ્ટ, તિલક ગીતાઇ સહિત અંદાજે 70 લોકોને પુરસ્કાર અપાશે.

સરકારના અનુસાર આ વર્ષે પદ્મશ્રી અવોર્ડ માટે ઘણા ઓછા લોકોની અરજી આવી હતી. એક રિસર્ચ ટીમે બધા નામ અંગે જાણકારી એકઠી કરી અને એમની પસંદગી કરી છે. સરકારના અનુસાર ક્રિકેટમાં કોહલીએ આ વર્ષે અસાધારણ પ્રદર્શન કર્યું છે જ્યારે દિપા અને સાક્ષીએ ખેલ જગતમાં મહિલાઓ માટે મિસાલ બની છે.

આ ગુજ્જુઓએ વધાર્યું ગૌરવ

1. શ્રીરત્નસુંદર મહારાજ (પદ્મભૂષણ)

2. શ્રી પુરૂષોત્તમ ઉપાધ્યાય (પદ્મશ્રી)

3. શ્રી વી જી પટેલ (પદ્મશ્રી)

4. શ્રી વિષ્ણું પંડ્યા (પદ્મશ્રી)

5. ડો.સુબ્રોતો દાસ (પદ્મ શ્રી)

6. ડો. દેવેન્દ્ર ડાહ્યાભાઇ પટેલ (પદ્મશ્રી)

7. શ્રી ગેનાભાઇ દરગાભાઇ પટેલ (પદ્મ શ્રી)

padma01

padma02

padma03

padma04

padma05

padma06

 

 

 

સુચવેલા સમાચાર