અમદાવાદમાં ચોટલી કાપવાની ઘટના, લોકોમાં ભયનો માહોલ

Aug 12, 2017 01:52 PM IST | Updated on: Aug 12, 2017 02:02 PM IST

રાજ્યમાં ઠેર ઠેરમહિલાઓના રહસ્યમય રીતે વાળ કપાવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ત્યારે અાજે અમદાવાદમાં ચોટી કાપવાની ઘટના બની છે. નારોલના મોતીપુરામાં 15 વર્ષીય કિશોરીની ચોંટી કપાઈ છે. મધરાત્રે અજાણ્યા શખ્સે ચોંટી કાપી. લોકોમાં ભયનો માહોલ વટવા પોલીસ ઘટના સ્થળે. 

 અંકલેશ્વરના શાંતિ નગરમાં રહેતી ગુડિયા શર્મા નામની મહિલા રાત્રીના સમયે તેના ઘરમાં સુતી હતી એ દરમ્યાન અચાનક તેનું માઠું કોઈએ હલાવ્યું હોવાને તેને આભાસ થયો હતો અને તેના વાળ કપાઈ ગયા હતા .આ બાદ તેણે આંખ ખોલી જોતા વાનર જેવો ભયાનક ચહેરો જોયો હોવાનો દાવો કરાયો છે.આ બાબતે તેણે તેના પતિ પીન્ટુ શર્માને જાણ કરતા તે ઉઠી ગયો હતો પરંતુ તેને કોઈ જ દેખાયું ન હતું.ડરી ગયેલ મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.તો બનાવની જાણ થતા લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા. અંકલેશ્વરમાં ચોટી કાંડના સતત ત્રીજા બનાવથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે 

સુરતના કીમ પૂર્વ વિસ્તારમાં ગઈ કાલે બપોરે ભીખ માંગવા આવેલી મહિલાએ કોઈ પ્રવાહી નાખી મહિલાની લત કાપી ભાગી ગઈ હતી,જયારે બીજી ઘટનામાં પણ લાલ સાડી વાળી મહિલા વાળ કાપી ગયાની વાત બહાર આવી છે.જોકે બંને ઘટના સત્ય છે કે કેમ એતો તપાસનો વિષય છે.જોકે લોકોમાં દરનો માહોલ જોવા મળી રહ્યો છે ખાસ કરીને બાળકો ડરી રહ્યા છે ત્યારે સ્થાનિક પોલીસે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવા કોઈ નક્કર પગલા ભરવા જોઈએ

સુચવેલા સમાચાર