સુરતમાં પાંચ દિવસમાં બીજી વાર આતંક,બાળકીને ગાયએ શીંગડે ફંગોળી

May 08, 2017 06:04 PM IST | Updated on: May 08, 2017 06:04 PM IST

સુરતમા પાંચ દિવસ પહેલા જ એક રખડતી ગાયએ યુવાન પર હુમલો કરી ઇજાગ્રસ્ત કર્યો હતો ત્યારે ફરી આજે સીંગણપોરની નંદનવન સોસાયટીમાં ચાર વર્ષની માસુમ બાળકીને સીંગડે ચડાવી ફંગોળી હતી. જો કે બાળકીને નજીકના રાહદારીઓએ બચાવી લીધી હતી.

સુરતના સીંગણપોર ચાર રસ્તા પાસે આવેલી નંદનવન સોસાયટીમાં રહેતી ચાર વર્ષીય રાજવી ઘનશ્યામ પ્રજાપતિ ઘર પાસે રમી રહી હતી. દરમિયાન રખડતી ગાય રાજવી પાસે આવી હતી. અને રાજવી પર ત્રણથી ચાર વખત શીંગડા વડે હુમલો કર્યો હતો. લોકોની ફરિયાદ કરવા છતાં મનપાની ઢોર વિભાગની ટીમ દ્વારા આખ આડા કાન કરતા લોકોમા ભારે રોષનું વાતાવરણ જોવા મળ્યુ હતુ.

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર