રાજ્યમાં ગરમીનો પ્રકોપ,ડીસામાં ગરમીએ 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો

Mar 27, 2017 07:25 PM IST | Updated on: Mar 27, 2017 07:25 PM IST

અમદાવાદઃરાજ્યમાં ગરમીનો પ્રકોપ જોવા મળ્યો છે.ડીસામાં ગરમીએ 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે.રાજ્યમાં સૌથી ગરમ શહેર ડીસા આજે રહ્યુ છે.ડીસાનું મહત્તમ તાપમાન 43.4 ડિગ્રી નોંધાયું છે.અનેક શહેરોમાં તાપમાન 42 ડિગ્રીને પાર ગયું છે.

અમદાવાદનું મહત્તમ તાપમાન 42.8 ડિગ્રી નોંધાયું છે. જ્યારે વડોદરામાં 42.5 ડિગ્રી, ગાંધીનગરમાં 43.2 ડિગ્રી,સુરતમાં 41.4 ડિગ્રી, ભાવનગરમાં 41.1 ડિગ્રી, પોરબંદરમાં 39.1 ડિગ્રી, રાજકોટમાં 41.9 ડિગ્રી નોધાયું છે તો કચ્છના ભૂજમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે.ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, હજુ પણ હીટવેવની આગાહી છે.

રાજ્યમાં ગરમીનો પ્રકોપ,ડીસામાં ગરમીએ 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર