વડોદરાના દિવ્યાંગની દુબઈમાં યોજાનારા પેરા શૂટિંગ વર્લ્ડકપમાં થઈ પસંદગી

Feb 07, 2017 05:35 PM IST | Updated on: Feb 07, 2017 05:35 PM IST

વડોદરાઃવડોદરાના દિવ્યાંગ શૂટર ઈલીયાસ વ્હોરાની પેરાલિમ્પિક કમિટી ઓફ ઈન્ડિયાએ 18 ફેબ્રુઆરીથી યુનાઈટેડ આરબ અમિરાતમાં શરૂ થનારા પેરા રાયફલ શૂટિંગ વર્લ્ડ કપમાં ભારતીય ટીમમાં પસંદગી કરી છે.ઈલીયાસ ગુજરાતનો એકમાત્ર દિવ્યાંગ ખેલાડી બન્યો છે જેની પેરા રાયફલ શૂટિંગ વર્લ્ડ કપમાં પસંદગી થઈ છે.

sutar divyang1

વડોદરાના દિવ્યાંગની દુબઈમાં યોજાનારા પેરા શૂટિંગ વર્લ્ડકપમાં થઈ પસંદગી

ઈલીયાસની વર્લ્ડ કપમાં પસંદગી થઈ હોવા છતાં તેની આર્થિક સ્થિતિ ખરાબ હોવાના કારણે તે ખુશ થવાના બદલે નિરાશ છે.ઈલીયાસને દુબઈમાં જવા માટે 1.80 લાખ રૂપિયાનો ખર્ચ થવાનો છે.જેના માટે તેને રાજયના રમતગમત પ્રધાન, વડોદરાના મેયર અને સાંસદ પાસેથી મદદ માંગી છે.પરંતુ તેને મદદ મળવાના બદલે માત્ર આશ્વાસન જ મળ્યું છે.

ઈલીયાસ એફ વાય બીકોમમાં ભણતો હતો ત્યારે જ તેના પિતાનું અવસાન થયું હતું જેના કારણે તેને અભ્યાસ છોડવો પડયો હતો.ત્યારબાદ તેને કોલ સેન્ટરમાં નોકરી શરૂ કરી હતી.જે નોકરી છોડી તેને રમતગમત ક્ષેત્રે કારકીર્દીની શરૂઆત કરી.ઈલીસાય ભારતીય દિવ્યાંગ ક્રિકેટ ટીમ તરફથી ક્રિકેટ રમી ચુકયો છે.તેમજ ભારત તરફથી કેરમ પણ રમી ચુકયો છે.ઈલીયાસ છેલ્લા એક વર્ષથી શહેરના સયાજીગંજમાં આવેલી શુટિંગ એકેડેમીમાં તાલીમ લઈ રહ્યો છે.જેમાં પણ તેના કોચ રવિ પટેલ તેને મફત તાલીમ આપી રહ્યા છે.કોચ રવિ પટેલને ઈલીયાસ ભારત માટે શૂટિંગમાં ગોલ્ડ મેડલ લાવશે તેવો વિશ્વાસ છે.

દિવ્યાંગ શૂટર ઈલીયાસ વ્હોરાને હજી સુધી આર્થિક સહાય ન મળી હોવા છતાં તેને હિંમત નથી હારી અને વર્લ્ડ કપ માટેની પોતાની તાલીમ ચાલુ રાખી છે.તેને વિશ્વાસ છે કે કોઈ તેની મદદ કરશે.ત્યારે રાજયમાં રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહન આપવાની વાત કરતી રાજય સરકાર કે કોઈ સામાજિક સંસ્થા જો દિવ્યાંગને આર્થિક મદદ પુરી પાડે તો તેનું સ્વપ્ન સાકાર થઈ શકે છે.

વડોદરાના દિવ્યાંગની શૂટિંગ વર્લ્ડકપમાં થઈ પસંદગી

દુબઈમાં યોજાનારા પેરા શૂટિંગ વર્લ્ડકપમાં થઈ પસંદગી

ભારતના 10 શૂટર્સમાંથી ગુજરાતનો એકમાત્ર શૂટર

દિવ્યાંગ ઈલયાસ વોરા બન્યો છે નિઃસહાય

દુબઈ જવા માટે નથી નાણાં

રમતગમત પ્રધાન, વડોદરાના સાંસદ, મેયર પાસે માંગી મદદ

મદદ મળવાના બદલે મળ્યું માત્ર આશ્વાસન

માત્ર એક વર્ષમાં ત્રણ ગોલ્ડ મેળવ્યા

- ગુજરાત શૂટિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ

- પ્રિ-નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ

- ઓપન નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ

- નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ચોથો ક્રમાંક

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર