ગુજરાતમાં ૩૦૦ બેડની નવી ચાર ESIC હોસ્પિટલ,ક્યા ક્યા બનશે જુવો

Feb 14, 2017 08:43 PM IST | Updated on: Feb 14, 2017 08:43 PM IST

ભરૂચઃઅંકલેશ્વરમાં નવ નિર્મિત ઈ.એસ.આઈ.સી.હોસ્પિટલનું કેન્દ્રીય શ્રમ અને રોજગાર પ્રધાન બંદારું દત્તાત્રેય અને ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના હસ્તે લોકાર્પણ કરાયું હતું.આ પ્રસંગે કેન્દ્રીય પ્રધાને ગુજરાતમાં ચાર સ્થળોએ ૩૦૦ બેડની નવી ઈ.એસ.આઈ.સી.હોસ્પિટલ બનાવવાની જાહેરાત કરી હતી.

ઓદ્યોગિક વસાહત અંકલેશ્વરમાં રૂપિયા ૧૦૦ કરોડના ખર્ચે ઈ.એસ.આઈ.સી.હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું ઉદઘાટન કેદ્ન્રીય શ્રમ અને રોજગાર પ્રધાન બંદારું દત્તાત્રેય અને ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું.આ હોસ્પીટલના નિર્માણથી અંકલેશ્વર અને દહેજ ઓદ્યોગિક વસાહતના ૧ લાખ જેટલા કામદારોને સારી આરોગપરદ સેવા મળી રહેશે.ઉદ્ઘાટન બાદ યોજાયેલ સમારોહમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર પ્રધાને મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં વલસાડ,હજીરા,હાલોલ અને આણંદમાં રૂપિયા ૧,૨૦૦ કરોડના ખર્ચે ઈ.એસ.આઈ.સી.ની ચાર નવી હોસ્પિટલ નિર્માણ પામશે. જેનાથી ગુજરાતના શ્રમિકોને ફાયદો થશે.

ગુજરાતમાં ૩૦૦ બેડની નવી ચાર ESIC હોસ્પિટલ,ક્યા ક્યા બનશે જુવો

આ પ્રસંગે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રુપાણીએ જણાવ્યું હતું કે ગુજરાતના વિકાસમાં શ્રમિકોનો ખુબ મોટો ફાળો છે માટે રાજ્ય સરકાર પી.એમ.મોદીના શ્રમેય જયતે સુત્રને સાર્થક કરી શામીકો માટે કામગીરી કરશે.

સુચવેલા સમાચાર