અમદાવાદઃશાળા માંથી ચોપડા ખરીદો નહીતો L C આપીશું કહેતા વાલીઓનો હોબાળો

Apr 24, 2017 07:18 PM IST | Updated on: Apr 24, 2017 07:18 PM IST

અમદાવાદના મોટેરામાં આવેલ આઈ.ડી. પટેલ સ્કૂલ ખાતે વાલીઓ દ્વારા હોબાળો મચાવામાં આવ્યો હતો. છેલ્લા ઘણા સમય થી વાલીઓ શાળાના સંચાલકોને મળવા માટે કરતા હતા પરંતુ શાળા દ્વારા કોઈ યોગ્ય જવાબ નહિ અપાતા વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. તેમજ શાળાના શિક્ષકો દ્વારા પણ વિદ્યાર્થીઓને પરેશાન કરવામાં આવતા હોવાની પણ અનેક ફરિયાદો ઉભી થઈ છે. શાળામાંથી ચોપડા નહી ખરીદો તો એલસી આપી દેવાની ધમકીઓ પણ અપાતી હતી.

અમદાવાદઃશાળા માંથી ચોપડા ખરીદો નહીતો L C આપીશું કહેતા વાલીઓનો હોબાળો

પિંકનિક ફી આપો નહીતો L C આપીશું,ઍન્યુઅલ ફંક્શન ફી ભારે નહીતો L C આપીશું,વીજળી બચાવો,  એવું કહું પંખા બંધ રાખવા ,એપ્રિલ માં ગરમીના કારણે નવો યુનિફોર્મ લો નહીતો L C આપીશું,શાળામાં ફી અને ચોપડાના પૈસા રોકડે જ આપો નહીતો L C આપીશું,આ તમામ પ્રકાર ની ધમકીઓ નાના ભૂલકાઓઓને આઈ.ડી. પટેલ સ્કૂલ ના શિક્ષકો દ્વારા આપવામાં આવે છે. જે શિક્ષકો બાળકોના ઘડતરનો પાયો નાખે છે તે જ શિક્ષકો બાળકોના ને ધમકીઓ આપતા ફરે છે અને બાળકો આ ધમકીઓથી દરે છે. અહીં તમામ નાની  મોટો વાતમાં  બાળકોને એલસી આપવાની ધમકીઓ આપવામાં આવે છે.

છેલ્લા અનેક દિવસો થી વાલીઓ  સંચાલકો ને મળવાની  માંગ કરી રહયા હતા ત્યારે શાળા દ્વારા વાલીઓ ને મળવાનો સમય આપ્યો  નથી. તેમજ આજે  પણ વાલીઓ શાળાની બહાર મળવા માટે ૪ કલાક ૧૦ થી  ૨ ઉભા રહયા ત્યારે પણ સંચાલકોએ મળવાનો સમય આપ્યો નહિ. તેમજ ફી સ્ટ્રક્ચર અંગે -પણ વાલીઓને કોઈ સ્પષ્ટતા આપવામાં આવી નથી ત્યારે આજે વાલીઓ એ શાળાની બહાર હોબાળો મચાવ્યો છે.

આ સમગ્ર મામલે જયારે ઈ ટીવી ગુજરાતીએ શાળાના સંચાલક વિનોદ પટેલ નો સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમને પણ કોઈ જવાબ આપવાનું ટાળ્યું છે.

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર