કોલકતાથી રાજકોટ પહોચ્યો રવિન્દ્ર જાડેજા, હોસ્પિટલમાં પિતા સાથે કરી મુલાકાત

Jan 24, 2017 08:34 PM IST | Updated on: Jan 24, 2017 08:34 PM IST

રાજકોટઃ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પિતા અનિરૂધ્ધસિંહ જાડેજાની તબિયત અચાનક લથડતાં તેમને બે દિવસ પહેલાં રાજકોટની સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતાં. બે દિવસ પહેલાં અનિરૂધ્ધસિંહ ના પેટમાં અચાનક દુખાવો ઉપડતાં તેને જામનગરથી તાત્કાલિક રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.

તો ઈન્ડિયા અને ઈંગલેન્ડ વચ્ચે રમાનારી ટી -20 મેચમા રવિન્દ્રને આરામ અપાતા તે કોલકતાથી રાજકોટ આવી પહોચ્યો હતો.તો રવિન્દ્ર જાડેજાની સાથો સાથ તેમના પત્નિ રિવાબા જાડેજા પણ તેમના સસરા અનિરૂધ્ધસિંહની ખબર અંતર પુછવા આવી પોહચ્યા હતા.

કોલકતાથી રાજકોટ પહોચ્યો રવિન્દ્ર જાડેજા, હોસ્પિટલમાં પિતા સાથે કરી મુલાકાત

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર