કોંગ્રેસમાં જોડાતાં જ નવજોત સિધ્ધુએ કર્યા આકરા પ્રહાર, કહ્યું- હું પોલ ખોલીશ...

Jan 16, 2017 12:52 PM IST | Updated on: Jan 16, 2017 12:52 PM IST

નવી દિલ્હી #કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની તસ્વીર સામે આવ્યાના એક દિવસ બાદ સોમવારે ભાજપના પૂર્વ સાંસદ નવજોતસિંહ સિધ્ધુએ કોંગ્રેસનું સભ્યપદ મેળવ્યું હતું. પ્રેસ કોન્ફરન્સમાં સિધ્ધુએ કહ્યું કે, હું મૂળ તરફ પરત ફર્યો છું આ મારી ઘર વાપસી છે. દિલ્હી પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અજય માકને સિધ્ધુને આવકાર્યા હતા. કોંગ્રેસ પંજાબ પ્રભારી આશા કુમારીએ સિધ્ધુનું સ્વાગત કરતાં કહ્યું કે, સિધ્ધુજી કોંગ્રેસ માટે દેશમાં પ્રચાર કરશે.

સિધ્ધુએ કોંગ્રેસમાં જોડાતાં કહ્યું કે, હું એક કોંગ્રેસીના રૂપમાં જ જન્મ્યો છું. સિધ્ધુએ ભાજપને ઇશારા ઇશારામાં રામાયણની કૈકેયી ગણાવ્યું. પોતાની પર થનાર સંભવિત હુમલાઓથી જાતને બચાવતાં સિધ્ધુએ કબ્યું કે, હું પાર્ટીને મા કહેતો હતો. મા વનવાસ મોકલતી નથી. એવામાં કૈકેયી કોણ અને મંથરા કોણ? એ બધા સારી રીતે જાણે છે. મારે આ મામલે વધુ કંઇ કહેવાનું નથી.

કોંગ્રેસમાં જોડાતાં જ નવજોત સિધ્ધુએ કર્યા આકરા પ્રહાર, કહ્યું- હું પોલ ખોલીશ...

સિધ્ધુએ કહ્યું કે, ડ્રગ્સ પંજાબની આજની હકીકત છે. છેવટે કેમ કોઇ આ મામલે વધુ બોલતું નથી. તેમણે પુછ્યું કે, ગુજરાત, રાજસ્થાન અને કાશ્મીરમાં કેમ આ ડ્રગ્સ નથી વેચાતું. ડ્રગ્સ માત્ર પંજાબમાં જ કેમ વેચાય છે. અહીં પોલીસ નેતા બધા જ એક છે આ પર ફિલ્મ પણ બની, જે સરકાર લોકો માટે હોવી જોઇએ એ પરિવાર માટે થઇ ગઇ. સિધ્ધુએ અકાલી દળ સામે આકરા પ્રહારો કરતાં કહ્યું કે, અગાઉ અકાલી દળ એક પવિત્ર પક્ષ હતો પરંતુ આજે એ કોઇની જાગીર બની ગયો છે. તેમણે કહ્યું કે, ભાગ બાબા બાદલ ભાગ, સિંહાસન ખાલી કર, પંજાબની જનતા આવી રહી છે.

પંજાબના ડેપ્યૂટી સીએમ સુખબીર બાદલ પણ રહ્યા. તેમણે કહ્યું કે, સુખબીર બાદલ ઓક્સફર્ડથી ભણીને આવ્યા છે. વગર મહેનતે તેઓ બની ગયા સુખબીર ભૈયા, હું એમની પોલ ખોલીશ. હું બતાવીશ કે પંજાબના દુ:ખ પર એમણે સુખ ભોગવ્યું છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર