વિમાન કરતાં પણ ઝડપી: દિલ્હીથી મુંબઇ માત્ર 55 મિનિટમાં, હાઇપરલૂપથી બનશે શક્ય

Mar 01, 2017 10:55 AM IST | Updated on: Mar 01, 2017 10:55 AM IST

નવી દિલ્હી #હાઇપર લૂપ એટલે કે એવી સિસ્ટમ કે જેના મારફતે તમે એક વાહનમાં બેસીને માત્ર 55 મિનિટમાં મુંબઇથી દિલ્હી પહોંચી શકો છો. જેની ઝડપ કોઇ પણ કોમર્શિયલ એરલાઇન કરતાં પણ વધુ ઝડપી છે.

હાઇપરલૂપ વન નામની અમેરિકી કંપની દુનિયામાં તેજ ઝડપવાળી ટ્યૂબ સિસ્ટમ વિકસીત કરવાના પ્રયાસમાં છે. જેના મારફતે સામાન અને લોકોને મુસાફરી કરવામાં ઘણી સરળતા રહેશે અને સમયની ઘણી બચત થશે.

વિમાન કરતાં પણ ઝડપી: દિલ્હીથી મુંબઇ માત્ર 55 મિનિટમાં, હાઇપરલૂપથી બનશે શક્ય

હાઇપરલૂપને લઇને મંગળવારે ભારત સરકારની મદદથી દિલ્હીમાં એક સંમેલન યોજાયું હતું. જેમાં હાઇપરલૂપ વન ગ્લોબલ ચેલેન્જની સેમીફાઇનલમાં પહોંચેલી ભારતીય કંપનીઓએ તૈયાર કરેલ ટ્રાફિકનો પોતાનો પ્લાન રજુ કર્યો. જેને ભારતમાં અપનાવી શકાય એમ છે. કુલ 90 દેશોના અઢી હજાર જેટલી કંપનીઓએ આમાં ભાગ લીધો હતો. જેમાં ભારતીય કંપનીઓ સૌથી વધુ હતી.

આ ભારતીય કંપનીઓમાં એઇસીઓએમે બેંગલુરૂથી ચેન્નાઇનું 334 કિલોમીટરનું અંતર 20 મિનિટમાં પાર કરવાનો પ્રસ્તાવ રાખ્યો. લક્સ હાઇપરલૂપ નેટવર્કે બેંગલુરૂ અને તિરૂઅનંતપુરમ વચ્ચે 736 કિલોમીટરનું અંતર 41 મિનિટમાં, ડિક્લિક્સ ગ્રાઉન્ડવર્ક્સે દિલ્હીથી મુંબઇનું 1317 કિલોમીટરનું અંતર માત્ર 55 મિનિટમાં, હાઇપરલૂપ ઇન્ડિયાએ બેંગલુરૂના રસ્તે મુંબઇથી ચેન્નાઇનું 1102 કિલોમીટરનું અંતર માત્ર 50 મિનિટમાં કાપવાનો પ્લાન રજુ કર્યો હતો.

હાઇપરલૂપ વને ગત વર્ષે મે માસમાં એક પ્રોપલ્શન મોટરનું પ્રદર્શન કર્યું હતું અને કંપની આ વર્ષે અમેરિકાના નેવાદામાં આ ટ્રેકને હકીકતમાં બદલવા ઇચ્છે છે. દિલ્હીમાં યોજાયેલા આ સંમેલનમાં ભારતના રેલવે મંત્રી સુરેશ પ્રભુ, નીતિ આયોગના સીઇઓ અમિતાભ કાંત પણ હાજર રહ્યા હતા.

https://www.facebook.com/firstposthindi/videos/1901793443398590/

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર