માનવ તસ્કરીઃરાજસ્થાનથી ચોરી કરેલા 5 દિવસના બાળકને અમદાવાદમાં વેચાયું

Jan 24, 2017 03:13 PM IST | Updated on: Jan 24, 2017 05:12 PM IST

અમદાવાદઃગુજરાતમાં માનવ તસ્કરીની ઘટના સામે આવતા હડકંપ મચી ગયો છે.રાજસ્થાનના સાંચોરના 5 દિવસના બાળકને અમદાવાદમાં વેચાયું છે.અમદાવાદ પોલીસે બાળકને પાલનપુર નારી સંરક્ષણ ગૃહમાં મોકલ્યું છે.બનાસકાંઠા પોલીસે શૈલેષ દરજીને લઈ સાંચોર રવાના થઇ છે.

bal taskari1

માનવ તસ્કરીઃરાજસ્થાનથી ચોરી કરેલા 5 દિવસના બાળકને અમદાવાદમાં વેચાયું

સાંચોરના ભણસાલી હોસ્પિટલમાંથી બાળકને લવાયું હતું.ભીલડીના શૈલેષ દરજીએ અમદાવાદમાં એક મહિલાને બાળક આપ્યું હતું.અમદાવાદ પોલીસે જાણવાજોગ દાખલ કરી બનાસકાંઠા પોલીસને કેસ સોંપ્યો છે.

બે દિવસ અગાઉ જ રાજસ્થાન અને ગુજરાત ના તબીબો ની સાંઠગાંઠ થી દલાલો મારફતે ગર્ભ પરીક્ષણ કરતા હોવાનો ઘટસ્પોટ થયા બાદ હવે નવજાત બાળકોને વેચવાનું કૌભાંડ સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી છે.જેમાં સંચોર ની ખાનગી હોસ્પિટલ માં જન્મેલા પાંચ દિવસ ના એક બાળકને દલાલે અમદાવાદ ની એક મહિલાને વેચી દીધું હતું.અમદાવાદ ની શાહપુર પોલીસ ને આ વાત ધ્યાને આવતા પોલીસે બાળકને બનાસકાંઠા જિલ્લા નારી સંરક્ષણ કેન્દ્ર ને સોંપી દીધું છે.તેમજ આ સમગ્ર ઘટના સુ છે , બાળકનો જન્મ કયાં થયો હતો,કઈ રીતે તેનું વેચાણ કરેલ છે, અને આ રેકેટ માં કોણ કોણ સામેલ છે તે અંગે ભીલડી પોલીસ તપાસ ચલાવી રહી છે.

 

ગુજરાતમાં માનવ તસ્કરીની ઘટના આવી સામે

જન્મનું પ્રમાણ પત્ર નકલી હોવાનું બહાર આવ્યું

આકાશ હોસ્પિટલનું છે જન્મનું પ્રમાણ પત્ર

બનાસકાંઠાની છે આકાશ હોસ્પિટલ

પુષ્પાબહેન નામની મહિલાએ બાળક લીધુ હતું

સુચવેલા સમાચાર