ગુજરાત કોંગ્રેસમાં હજુ કેટલા રાજીનામા ? 6 ધારાસભ્ય આપી ચૂક્યા છે રાજીનામાં

Jul 28, 2017 02:03 PM IST | Updated on: Jul 28, 2017 03:11 PM IST

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજ્ય સભાની ચૂંટણીમાં કોંગ્રેસમાં આંતરિક જૂથબંધીના કારણે પક્ષમાંથી રાજીનામું આપી સિદ્ધપુરના કોંગ્રેસના ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત અન્ય બે ધારાસભ્યો તેજશ્રીબહેન પટેલ અને પ્રહ્લાદભાઇ પટેલ સાથે ભાજપમાં જોડાઇ ગયાં છે. હવે કોંગ્રેસના અહેમદ પટેલની સામે બલવંતસિંહ રાજપૂતે ઉમેદવારી નોંધાવતાં ૮મી ઓગસ્ટે યોજાનારી ચૂંટણી ભારે રસપ્રદ બની છે. કોંગ્રેસ માટે હવે અહેમદ પટેલનો વિજય પ્રતિષ્ઠાનો પ્રશ્ન બન્યો છે. કેમ કે, કોંગ્રેસના શંકરસિંહ વાઘેલા જૂથના કેટલાક ધારાસભ્યો ક્રોસ વોટિંગ કરે તેવી શક્યતા છે.

આજે બાલાસિનોરના માનસિંહ ચૌહાણ અને વાંસદાના છનાભાઈ ચૌધરીએ આજે સવારે ધારાસભ્ય પદેથી રાજીનામું આપતાં કોંગ્રેસને વધુ ઝટકો લાગ્યો છે. રાજીનામું આપાનાર બૈ પૈકી એક દક્ષિણ અને એક મધ્ય ગુજરાતના ધારાસભ્ય. અા સાથે જ વધુ અેક MLA  રાજીનામું અાપ્યુ છે જે ઠાસરાના ધારાસભ્ય રામસિંહ પરમાર છે.  હજુ વધુ બીજા પંદરેક ધારાસભ્યો રાજીનામાં આપશે તેવી રાજકિય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે. MLAના રાજીનામાનો આંકડો 25 પર પહોંચી શકે છે. કોંગ્રેસના MLAને ગુજરાત બહાર લઈ જવાની તૈયારી થઈ રહી છે.

ગુજરાત કોંગ્રેસમાં હજુ કેટલા રાજીનામા ? 6 ધારાસભ્ય આપી ચૂક્યા છે રાજીનામાં

ભાજપના અધ્યક્ષ અમિત શાહ રાજ્યસભાનું ફોર્મ ભર્યું છે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિતના નેતાઓ હાજર હતાં. સાથે જ સ્મૃતિ ઇરાની અને બળવંતસિંહ રાજપૂત પણ ભાજપના રાજ્યસભાના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યા છે. અમિત શાહ રાજ્યસભાની ચૂંટણી જીતે તો પહેલીવાર સાંસદ બનશે.

સુચવેલા સમાચાર