10 રાજનેતાઓને મહિલાએ કર્યા બ્લેકમેઈલ!,હરિયાણાના સાંસદ દોઢ કરોડ આપવા માની ગયા હતા

May 02, 2017 03:31 PM IST | Updated on: May 02, 2017 03:31 PM IST

વલસાડના સાંસદ કે.સી પટેલ સામે દુષ્કર્મની ફરિયાદ દિલ્હીની મહિલાએ નોધાવી હતી. જો કે બાદમાં સાંસદ કે.સી.પટેલે પણ મહિલા સામે બ્લેકમેઇલ કરી અને રૂ.5 કરોડ માગતી હોવાની ફરિયાદ નોધાવતા આજે દિલ્હી પોલીસે હની ટ્રેપમાં ફસાવનાર મહિલાની ધરપકડ કરી છે.

hani trep5

10 રાજનેતાઓને મહિલાએ કર્યા બ્લેકમેઈલ!,હરિયાણાના સાંસદ દોઢ કરોડ આપવા માની ગયા હતા

આરોપી મહિલાને લઈને પોલીસ કોર્ટ જવા રવાના થઇ છે. કોર્ટમાં મહિલાના રિમાન્ડની માગ કરાશે.રિમાન્ડ મેળવ્યા બાદ વધુ પૂછપરછ હાથ ધરાશે.

દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારીઓનું અનુમાન છે કે મહિલાએ માત્ર ગુજરાતના જ સાંસદને બ્લેકમેઈલ નથી કર્યા 10 જેટલા રાજનેતાઓને બ્લેકમેઈલ કરી ચુકી છે.ગત વર્ષે હરિયાણાના સાંસદ દોઢ કરોડ આપવા માની ગયા હતા.આ કામ માટે મહિલાની ગેંગ હોવાનું અનુમાન છે.

hani trep4

આરોપી મહિલાને લઈને પોલીસ કોર્ટ જવા રવાના થઇ છે.RML હોસ્પિટલમાં મેડિકલ કર્યા બાદ કોર્ટમાં રજૂ કરાશે.ખંડણીની સાથે પ્રિમેન્શન ઓફ કરપ્શન એક્ટનો ચાર્જ પણ લગાવ્યો છે.

સુચવેલા સમાચાર