તારંગાથી અંબાજી જવા યાત્રાળુઓને મળશે હેલીકોપ્ટરની સુવિધા

Feb 07, 2017 02:54 PM IST | Updated on: Feb 07, 2017 02:55 PM IST

રાજકોટઃપવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ઉપાધ્યક્ષ રાજુભાઈ ધ્રુવ દ્વારા રાજકોટ ખાતે એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને આસ્થા લાઈવ ગ્રુપ પ્રાઈવેટ લીમીટેડ વચ્ચે ૫૫૦ કરોડના એમઓયુ કરવામાં આવ્યા છે.

yatradham1

તારંગાથી અંબાજી જવા યાત્રાળુઓને મળશે હેલીકોપ્ટરની સુવિધા

 

જેમાં આગામી દિવસોમાં ગુજરાતના યાત્રાધામો પર હેલીકોપ્ટર ફેરીની સુવિધા શરુ કરવામાં આવશે. પ્રથમ ફેસમાં તારંગાથી અંબાજી અને પાલીતાણાથી ગીરનાર જુનાગઢ હેલીકોપ્ટર ફેરી સેવાનો પ્રારંભ કરવામાં આવશે. ઉપરાંત અમદાવાદ ગાંધીનગર વચ્ચે ડિવાઇન પાર્ક બનાવવામાં આવશે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર