લોલીપોપ બજેટ ગણાવી કોંગ્રેસે કરી હોળી, હાર્દિક પટેલે શું કહ્યુ જુવો

Feb 21, 2017 06:01 PM IST | Updated on: Feb 21, 2017 06:08 PM IST

અમદાવાદઃ વિજય રૂપાણી સરકારનું આજે પ્રથમ બજેટ રજુ કરતાં ડેપ્યૂટી સીએમ નિતિન પટેલે વર્ષ 2017-18નું અંદાજ પત્ર રજુ કરતાં કહ્યું કે, દરેક નાગરિકો માટેનું આ બજેટ છે. નોટબંધી બાદ પણ ગુજરાત સરકારની આવકમાં વધારો થયો છે. વધુમાં તેમણે કહ્યું કે, આ વર્ષે 1.72 લાખ કરોડનું બજેટ તૈયાર કરાયું છે જે ગત વર્ષની સરખામણીએ 20327 કરોડ વધુ છે. જો કે આ બજેટને કોંગ્રેસે લોલીપોપ ગણાવી છે અને વડોદરામાં તેની હોળી કરવામાં આવી હતી. અમદાવાદમાં પણ કોગ્રેસ દ્વારા બજેટની કોપી સળગાવવા પ્રયાસ કરાયો હતો. સુરતમાં પણ કોંગ્રેસે બજેટની કોપીની હોળી કરી હતી.

sur cong holi

લોલીપોપ બજેટ ગણાવી કોંગ્રેસે કરી હોળી, હાર્દિક પટેલે શું કહ્યુ જુવો

વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ બજેટ મામલે કહ્યુ હતું કે ભાજપનું આ છેલ્લું બજેટ છે.ખાલી વચનો અને પોકળ જાહેરાતોવાળુ બજેટ છે.જૂના આંકડાઓવાળું આ બજેટ છે.પોતાની જવાબદારીમાંથી સરકાર છટકી રહી છે.PPP-ખાનગીકરણના માર્ગે સરકાર આગળ વધી રહી છે.નર્મદા યોજનાના કામો હજુ પણ બાકી છે.નર્મદા પાઇપ લાઇનમાં ભ્રષ્ટાચારનો આશરો લીધો છે.

cong bajet holi1

વધુમાં કહ્યુ હતું કે, સરકાર વીજ કનેક્શન આપવામાં પણ જૂનું વાતો કરી છે.આંગણવાડી બહેનોને લોલીપોપ આપી છે.શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે કોઇ ગંભીરતા દાખવી નથી.સૌની યોજના ફક્ત કાગળ પર છે.રોજનું રૂપિયા 50 કરોડનું વ્યાજ રાજ્ય સરકાર ભરે છે.અમારી આવનારી સરકારના માથે બોજો મૂકીને સરકાર જાય છે.

ભરતસિંહની બજેટ મામલે પ્રતિક્રિયા

સરકારનું બજેટ જાહેરાતનું છે

સરકારનું આ છેલ્લું બજેટ છે

કોંગ્રેસની સરકાર હોત તો પેટ્રોલ-ડીઝલમાં ઘટાડો કરાયો હોત

આ બજેટ પ્રજાને ગુમરાહ કરનાર છે

એક ટકા વ્યાજે ખેડૂતોને લોન મળશે તે જૂની જાહેરાત

યુવાઓને લલચાવવાનો પ્રયાસ કર્યો છે

ઇન્ફ્રાસ્ટ્રક્ચરના બજેટમાં 30 ટકા કટકી કરવાની જાહેરાત

બજેટ પ્રજાની મશ્કરી સમાન

આદિવાસી યાત્રા ભાજપનો ફ્લોપ શૉ

મધ્યમ વર્ગ માટે કોઇ જાહેરાત નથી

શહેર કોંગ્રેસ દ્વારા બજેટનો વિરોધ

અમદાવાદ શહેર કોંગ્રેસના 100 કાર્યકર્તાઓની અટકાયત

ગુજરાત સરકારના બજેટની કોપીને સળગાવાનો કર્યો પ્રયાસ

કાર્યકર્તાઓનો દેખાવ હિંસક ન થાય તે માટે કરાઇ અટકાયત

વડોદરા કોંગ્રેસે બજેટની કરી હોળી

વડોદરામાં કોંગ્રેસે બજેટને લોલીપોપ બજેટ ગણાવ્યું

કોંગ્રેસ કાર્યકર્તા અને પોલીસ વચ્ચે ઘર્ષણ

પોલીસે 15થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરી

બજેટ અંગે પાસના હાર્દિક પટેલનું નિવેદન

લોકોને રોજગારી જોઇએ છે

ટેબ્લેટ આપવાથી રોજગારી નહીં મળે

ખેડૂતોને પાકના પૂરતા ટેકાના ભાવ જોઇએ છે

આજનું બજેટ આંકડાની માયાજાળ સિવાય કશું નથી

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર