હેડમાસ્ટરનો પુત્ર બુરહાન કેવી રીતે બન્યો હિજબુલનો ખતરનાક આતંકવાદી?

Jul 09, 2016 12:31 PM IST | Updated on: Jul 09, 2016 12:31 PM IST

નવી દિલ્હી #જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી વિરૂધ્ધ સુરક્ષા એજન્સીઓને મોટી સફળતા મળી છે. સુરક્ષાબળોએ આતંકવાદી સંગઠન હિજબુલ મુજાહિદ્દીનની ઓળખ બની ગયેલ પોસ્ટર બોય 21 વર્ષિય બુરહાન વાની અને એના બે સાથીઓને શુક્રવારે શ્રીનગરથી 83 કિલોમીટર દુર કોકરનાગ વિસ્તારમાં ઠાર કર્યો છે.

બદલો લેવા માટે ઉઠાવી બંદૂક

હેડમાસ્ટરનો પુત્ર બુરહાન કેવી રીતે બન્યો હિજબુલનો ખતરનાક આતંકવાદી?

ગત મહિને દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં ત્રણ પોલીસ કર્મીઓના મોત બાદ સોશિયલ મીડિયા પર બરહાનનો છેલ્લો વીડિયો સામે આવ્યો હતો. જેમાં એણે વધુ હુમલા કરવાની ધમકી આપી હતી. કહેવાય છે કે, સુરક્ષા દળ તરફથી એના મોટાભાઇ પર કરવામાં આવેલા હુમલાનો બદલો લેવા માટે એણે બંદૂક ઉઠાવી હતી.

બન્યો પોસ્ટર બોય

કાશ્મીરી યુવાનોને આતંકવાદ તરફ આકર્ષિત કરવા માટે હિજબુલ મુજાહિદ્દીન માટે જાણે બુરહાન ચહેરો બની ગયો હતો. વર્ષ 2010માં સંગઠનમાં જોડાયા બાદ એ તરત જ સંગઠનમાં સક્રિય રીતે આગળ વધ્યો હતો અને સંગઠનના પોસ્ટર બોય તરીકે એસ્ટાબ્લિસ્ટ થયો હતો. એ વખતે માત્ર એની ઉંમર 15 વર્ષ જ હતી. બુરહાન સોશિયલ મીડિયામાં પણ ઘણો માહેર કહેવાય છે.

બુરહાન ઠાર થતાં જવાનોમાં ખુશી

સુરક્ષા બળોએ હિજબુલ મુજાહિદ્દીનના આતંકવાદી સરતાજની હાજરી હોવા અંગે બાતમી મળી હતી. જેને પગલે એ નક્કી હતું કે ત્યાં બુરહાનની હાજરી હોવી જોઇએ. અગાઉ પણ ગુપ્ત એજન્સીઓએ જણાવ્યું હતું કે બંને સાથે જ હોય છે. શુક્રવારે સાંજે અંદાજે સવા છ વાગ્યાના અરસામાં ઓપરેશન ખતમ થયું અને જ્યારે જોયું કે બુરહાન ખતમ થયો છે તો સુરક્ષા બળના જવાનો ખુશીથી ઝુમી ઉઠ્યા હતા.

અભ્યાસ અધવચ્ચે જ છોડ્યો

જમ્મુ કાશ્મીપના પોલીસ મહાનિર્દેશક કે રાજેન્દ્રએ બુરહાનના ઠાર કરવાના ઓપરેશનને સફળ ગણાવ્યું હતું. કેટલાય સ્થાનિક યુવાનોને બંદૂક ઉઠાવવા અને આતંકવાદ તરફ પ્રેરિત કરવામાં બુરહાનની ભૂમિકા મહત્વની હતી. જેને જોતાં સેનાના ઓપરેશનને સફળ ગણાવ્યું હતું. હેડમાસ્ટરનો પુત્ર એવો બુરહાન સ્કૂલનો અભ્યાસ અધવચ્ચેથી જ છોડીને આતંકવાદી સંગઠનમાં જોડાઇ ગયો હતો.

શ્રીનગરમાં ગૂંજ્યા પાકના નારા

બુરહાનના મોતની ખબર ફેલાતાં તરત જ શ્રીનગરમાં તંગદિલી જેવો માહોલ સર્જાયો હતો. શ્રીનગરમાં પાકિસ્તાન સમર્થનમાં સુત્રોચ્ચાર પણ થયા હતા. લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ટાયર સળગાવવા લાગ્યા હતા. શહેરના મુખ્ય વિસ્તારોમાં શુક્રવારે રાતથી જ કરફ્યૂ લગાવી દેવાયો હતો.

સ્પષ્ટ બાતમી મળી હતી

બુરહાન ઠાર કરાયો છે પુરતું હજુ ઓપરેશન પુરૂ થયું નથી. આ વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાની બાતમી સામે આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે, આ અથડામણ ત્યારે થઇ કે જ્યારે સ્પષ્ટ સુચના મળી તે દક્ષિણી કાશ્મીરના કોકરનાગના બૂમડૂરા ગામમાં ત્રણ આતંકવાદીઓ હાજર છે.

10 લાખનું હતું ઇનામ

સોશિયા મીડિયા પર વીડિયો અને તસ્વીરો પોસ્ટ કરીને યુવાનોને બંદૂક ઉઠાવવા માટે અપીલ કરનાર બુરહાન ઘણો ચર્ચાસ્પદ હતો. શ્રીનગરના બાહરી વિસ્તાર ત્રાલનો રહેવાસી બુરહાનના માથે સરકારે 10 લાખનું ઇનામ રાખ્યું હતું. જ્યારે સરતાજ અન્ય ઘણી આતંકવાદી ઘટનાઓમાં જોડાયેલો હતો. ઠાર કરાયેલ ત્રીજો આતંકવાદીની ઓળખ થઇ શકી ન હતી.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર