સુરતઃકૌભાંડીના કાર્યાલયના શુદ્ધીકરણ માટે કોંગ્રેસી કોર્પોરેટરો ગંગાજળ લઇ પહોચ્યા

Apr 24, 2017 12:54 PM IST | Updated on: Apr 24, 2017 12:54 PM IST

સુરતઃકૌભાંડીના કાર્યાલયના શુદ્ધીકરણ માટે કોંગ્રેસી કોર્પોરેટરો ગંગાજળ લઇ પહોચ્યા

સુરત મનપા સંચાલિત નગર પ્રાથમિક સમિતિના શાસનાધીકારી માખેચા પર ભ્રષ્ટ્રાચારના આરોપ લાગ્યા છે. કૌભાંડી શાસનાધિકારી હિતેશ માખેચાને ડીસમીસ કરાતા આજે કોગ્રેસી કોર્પોરેટર તથા કાર્યકરો તેમની ઓફિસને ગંગાજળથી શુધ્ધ કરવા માટે પહોંચ્યા હતા. જ્યા કોંગી કોર્પોરેટરને અટકાવવા જતા પોલીસ અને કોર્પોરેટર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. જ્યા ઉગ્ર રોષમાં કોગીં કોર્પોરેટરે ગંગા જળનો છટકાવ અઠવા પીઆઇ દહિયા પર કરતા વાતાવરણમા ગરમાટો આવી ગયો હતો.

શિક્ષકો પાસેથી મૃતક વિધાર્થીઓ માટે ઉઘરાવવામાં આવેલ રુપિયા પણ ચાઉ કરી લીધા હતા. જેને લઇને કોગ્રેસ દ્વારા છેલ્લા પંદર મહિનાથી ઉગ્ર લડત ચલાવવામાં આવતી હતી. આખરે સ્ટેન્ડિંગ કમિટિ દ્વારા આખરે માખેચાને ડીસમીસ કરી દેવામા આવ્યા હતા. જેને લઇને કોગ્રેસ દ્વારા આજે શાસનાધિકારીની ઓફિસની બહાર ફટાકડા ફોડી ગંગાજળથી તેમની ઓફિસ શુધ્ધ કરવા માટે પહોંચ્યા હતા.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર