આંધ્રમાં હીરાખંડ એક્સ.ના 9 ડબ્બા પાટા પરથી ઉતર્યા, 41ના મોત,ષડયંત્રની આશંકા

Jan 22, 2017 12:29 PM IST | Updated on: Jan 22, 2017 03:29 PM IST

આંધ્રપ્રદેશઃઆંધ્ર પ્રદેશના વિજયનગરમ જિલ્લામાં જગદલપુરથી ભુવનેશ્વર જઇ રહેલી હિરાખંડ એક્સપ્રેક્સના 9 ડબ્બા પાટા પરથી આજે ઉતરી ગયા હતા. આ દુર્ઘટનામાં 32 પ્રવાસીઓના મોત થયા છે. જ્યારે 50થી વધુ ઘાયલ થયા છે. મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપીયાની સહાય જાહેરાત કરાઇ છે. સુત્રોના કહેવા મુજબ આ ઘટના પાછળ રેલવે તંત્રએ ષડયંત્રની આશંકા વ્યક્ત કરી છે. જો કે મોડેથી જાણવા મળ્યા મુજબ વધુ ચારના મોત થતા મૃતક 41 પર પહોચ્યો છે.

RailAccident2_ANI_220117

આંધ્રમાં હીરાખંડ એક્સ.ના 9 ડબ્બા પાટા પરથી ઉતર્યા, 41ના મોત,ષડયંત્રની આશંકા

આંધ્રપ્રદેશના વિજયાનગરમમાં ટ્રેન અકસ્માત થયો છે.જગદલપુર-ભુવનેશ્વર હીરાખંડ એક્સપ્રેસ(18448)ના 9 ડબ્બા પાટા પરથી ઉતર્યા છે. રેલવેની અકસ્માત રાહત ટ્રેન ઘટનાસ્થળે પહોંચી છે.બચાવ અને રાહતની કામગીરી હાથ ધરાઈ છે.રાયગઢથી 27 કિમી દુર અકસ્માત થયો છે.એન્જિન, માલવાહક ડબ્બો, 2 સ્લિપર કોચ પાટા પરથી ઉતર્યા છે.2 જનરલ ડબ્બા, 1 થર્ડ એસી અને 1 સેકન્ડ એસીનો ડબ્બો પાટા પરથી ઉતર્યો છે.રાત્રે 11:20 કલાકે કુનેરૂ રેલવે સ્ટેશન પાસે દુર્ઘટના સર્જાઇ છે.

ટ્રેન અકસ્માતમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે પાર્વતીપુરમ અને રાયગઢાની હોસ્પિટલમાં ખસેડાયા છે.અકસ્માતને પગલે અનેક ટ્રેનોનો માર્ગ બદલવામાં આવ્યો છે.

રેલવે દ્વારા હેલ્પલાઈન નંબર જાહેર કરાયો

વિશાખાપટ્ટનમઃ1072, 2748641, 83003, 83005, 83006, 0891-2746344, 0891-2746330

રાયગઢ રેલવે હેલ્પલાઈન નંબરઃ 85744, 85755, 85777, 85788

રાયગઢ હેલ્પલાઈન નંબરઃ 06856-223400, 06856-223500

નંબરઃ 09439741181, 09439741071, 07681878777, 07326812986

વિજયનગરમઃ 83331, 83332, 83333, 83334, 08922 - 221202, 08922 - 221206

સુચવેલા સમાચાર