અમદાવાદઃ26મીએ GMDCમાં વિશાળ હિન્દુ સંમેલન,પ્રવિણ તોગડિયા રહેશે હાજર

Mar 21, 2017 06:44 PM IST | Updated on: Mar 21, 2017 06:44 PM IST

અમદાવાદઃવિશ્વ  હિન્દુ પરિષદ દ્વારા અમદાવાદના જીએમડીસી ખાતે 26 માર્ચના વિશાળ હિન્દુ સંમેલનનુ આયોજન કરવામાં આવ્યુ છે.આ સંમેલનમાં વિહિપના આંતરાષ્ટ્રીય કાર્યાધ્યક્ષ ડોકટર પ્રવિણ તોગડિયા સહિતના સંતો પણ ઉપસ્થિત રહેશે.જો કે ગુજરાતમાં 15 હજાર ગામડા સુધી વિશ્ર્વ  હિન્દુ પરિષદનું સંગઠનાત્મક કાર્ય ઉભુ કરવા  માટે આ આયોજન કરવામાં આવ્યુ છે.

ગુજરાત ક્ષેત્રના વિહિપના મહામંદ્રી રણછોડભાઇ ભરવાડે વિગતો આપતા જણાવ્યું હતું કે, વિશાળ હિન્દુ સંમેલનમાં 8500 ગામ,54 જિલ્લા,19 મહાનગર,તેમજ 456 પ્રખંડમાંથી વિશ્ર્વ  હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકરતાઓ ઉપસ્થિત રહેશે.જો કે વિશ્ર્વ હિંદુ પરિષદના મહામંત્રીએ જણાવ્યુ હતુ કે આ કાર્યક્રમ ડેમેજ કંટ્રોલ કરવાનુ નથી પરંતુ સંગઠનાત્મક કાર્યક્રમ છે અને કાર્યક્રમની તારીખ ડિસેમ્બરમાં જ નક્કી થઈ હતી.

અમદાવાદઃ26મીએ GMDCમાં વિશાળ હિન્દુ સંમેલન,પ્રવિણ તોગડિયા રહેશે હાજર

ફાઇલ તસવીર

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર