લખનઉઃસપાના પૂર્વ MLAના પુત્રએ નશામાં રેનબસેરામાં ઘુસાડી કાર, 4ના મોત

Jan 08, 2017 01:18 PM IST | Updated on: Jan 08, 2017 01:18 PM IST

લખનઉઃગત મોડી રાત્રે લખનઉમાં એકવાર ફરી માલેતુજારોની નશાબાજી રસ્તા જોડે રહેતા ગરીબોને ભારે પડી છે. સડક કિનારે રૈન બસેરામાં સુઇ રહેલા લોકો પર કાર ફરી વળી હતી. દુર્ઘટનામાં ચાર શ્રમિકોના સ્થળ પર જ મોત નીપજ્યા હતા જ્યારે 12 લોકો ઘાયલ થયા હતા. પોલીસે આરોપીની અટકાયત કરી છે.ઉલ્લેખનીય છે કે આયુષ સપાના પૂર્વ ધારાસભ્ય અશોક રાવત અને નિખિલ એક જાણીતા બિઝનેસમેનનો દીકરો છે. પોલીસ મુજબ બંને લોકો નશામાં હતા.

ગઇકાલે રાત્રે કડકડતી ઠંડીમાં હજરતગંજ વિસ્તારમાં બહુખંડી પાસે રેનબસેરામાં મજુરો સુઇ રહ્યા હતા. ત્યારે એક પુરપાર આવેલી કાર તેમના પર ફરી વળી હતી. જેમાં ચાર લોકોના સ્થળ પર જો મોત નીપજ્યા હતા. ત્યાં આશરે 55 થી 60 લોકો ઉંઘી રહ્યા હતા. પ્રત્યક્ષદર્શીના જણાવ્યા મુજબ, રાત્રે આશરે 1.25 વાગ ગન્ના સંસ્થા તરફથી આવી રહેલી કાર UP32GH7788 બેકાબૂ થઈને રેનબસેરામાં ઘુસી ગઈ હતી.

લખનઉઃસપાના પૂર્વ MLAના પુત્રએ નશામાં રેનબસેરામાં ઘુસાડી કાર, 4ના મોત

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર