તામિલનાડુ: શું છોડવું પડશે શશિકલાને મુખ્યમંત્રીનું પદ?

Feb 06, 2017 10:45 AM IST | Updated on: Feb 06, 2017 10:45 AM IST

નવી દિલ્હી #ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ પાર્ટી ચીફ શશિકલા તામિલનાડુના નવા મુખ્યમંત્રી હશે, રવિવારે એઆઇએડીએમકેના ધારાસભ્યોએ પાર્ટીના મહાસચિવને પોતાના નેતા પસંદગ કર્યા છે પરંતુ પૂર્વ સીએમ જે જયલલિતા, અમ્માના નજીક રહેલા ચિનમ્માની મુખ્યમંત્રીની રાહ આસાન નહીં હોય. જયલલિતા વિરૂધ્ધ આવકથી વધુ સંપત્તિના મામલામાં સહ આરોપી રહ્યા હતા. આ મામલે સુપ્રીમ કોર્ટેનો ફેંસલો આવવો હજુ બાકી છે. જો ફેંસલો એમની વિરૂધ્ધ આવે તો એમનું સીએમ પદ મુશ્કેલીમાં મુકાઇ શકે એમ છે.

આ છે સમગ્ર મામલો?

તામિલનાડુ: શું છોડવું પડશે શશિકલાને મુખ્યમંત્રીનું પદ?

#18 વર્ષ જુના જયલલિતા સામેના આવક કરતાં વધુ આવક કેસમાં શશિકલા પણ સહઆરોપી છે.

#આ કેસ સુબ્રમણ્યમ સ્વામીએ 14 જૂન 1996થી ચાલ્યો આવે છે.

# આરોપ હતો કે અમ્મા પાસે 66 કરોડની વધુ સંપત્તિ છે.

# આ મામલે જયલલિતા સાથે શશિકલા અને નજીકના જે ઇલાવારસી અને સુધાકરનને આરોપી બનાવાયા હતા.

# આ કેસની લાંબી સુનાવણી ચાલી પરંતુ 11 મે 2015ના કર્ણાટક હાઇકોર્ટે અમ્મા સાથે ચિનમ્મા પણ મુક્ત થયા હતા.

#11 મે 2015: કર્ણાટકે એમને આ મામલે મુક્ત કર્યા હતા

# સુપ્રીમ કોર્ટે આ મામલે ફેંસલો હજુ બાકી રાખ્યા છે. જો આ ફેંસલો એમની વિરૂધ્ધ આવે છે તો એમનું સીએમ પદ મુશ્કેલમાં મુકાઇ શકે છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર