RTE હેઠળ પ્રવેશમાં શાળાનુ લોકેશનમાં તકલીફ પડે તે કેન્દ્રોનો સંપર્ક કરોઃહાઈકોર્ટ

Apr 20, 2017 06:04 PM IST | Updated on: Apr 20, 2017 06:04 PM IST

આરટીઈ હેઠળની બેઠકો પર પ્રવેશ આપવાના મુદ્દે ખાનગી શાળાઓ દ્વારા થતી ગડબડ અને શાળાના લોકેશન મુદ્દે કરવામાં આવેલી અરજીમાં હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે.હાઈકોર્ટે આદેશ કર્યો છે કે જે લોકોને શાળાનુ લોકેશન શોધવામાં તકલીફ પડે છે તે અંગે રાજ્ય સરકાર દ્વારા ખોલવામાં આવેલા 468 કેન્દ્રોનો સંપર્ક કરો.આ કેન્દ્રો દ્વારા લોકોના પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવશે.

સુનાવણી દરમિયાન હાઈકોર્ટમાં અરજદારની રજૂઆત હતી કે ખાનગી શાળાઓ દ્વારા આરટીઈ એક્ટ હેઠળ આવતી બેઠક કરતાં ઓછી બેઠકો દર્શાવવામાં આવી રહી છે.આ ઉપરાંત શાળાના લોકેશન પર રાજ્ય સરકારની વેબ પોર્ટલ પરથી મળી શકતા નથી. ગરીબ વિદ્યાર્થીઓને તેમના ઘરથી દૂરની શાળામાં પ્રવેશ આપવાનુ કારસ્તાન કરવામાં આવ્યુ છે.

RTE હેઠળ પ્રવેશમાં શાળાનુ લોકેશનમાં તકલીફ પડે તે કેન્દ્રોનો સંપર્ક કરોઃહાઈકોર્ટ

બીજી તરફ રાજ્ય સરકારનુ કહેવુ છે કે વિદ્યાર્થીઓના વાલીના પ્રશ્નના ઉકેલ માટે રાજ્યમાં વિવિધ 468 કેન્દ્રો ખોલવામાં આવ્યા છે.આ ઉપરાંત રાજ્યભરમાં આરટીઈ એક્ટ હેઠળ વિવિધ શાળાઓમાં 60000 બેઠકો છે. જો કે પ્રવેશ માટે 1,20,000 અરજીઓ આવી છે.

સુચવેલા સમાચાર