ગાંધીનગરઃકાફલો અટકાવી CM રૂપાણી અકસ્માતગ્રસ્ત પરિવારની મદદે પહોચ્યા,આપી કાર

Jun 04, 2017 02:35 PM IST | Updated on: Jun 04, 2017 02:37 PM IST

કોબા-ગાંધીનગર માર્ગ પર આજે એક પરિવાર અકસ્માતનો ભોગ બન્યું હતું. આ દરમિયાન જ અહીથી CM રૂપાણીનો કાફલો પસાર થઇ રહ્યો હતો. સીએમ વિજય રૂપાણીની નજર પડતા જ તેમણે તાબળતોબ પોતાનો કાફલો અટકાવી દીધો હતો. અને ખુદ વિજય રૂપાણી આ પરિવારને મદદ માટે પહોચ્યા હતા.અકસ્માતનો ભોગ બનેલને ગાંધીનગર સિવિલ ખસેડાયા હતા. CMએ પોતાના કાફલાની કાર મારફતે સિવિલ ખસેડ્યા હતા.

સીએમ રૂપાણી દ્વારા અકસ્માત ગ્રસ્ત પરિવારને મદદનું આ દશ્ય જોઇ અહિથી પસાર થતા નાગરિકો પણ બોલી ઉઠ્યા હતા કે ગુજરાતને આવા સીએમ મળ્યા તેનું ગૌરવ છે. રૂપાણીએ વીઆઇપી કલ્ચર છોડી સામાન્ય નાગરિકની મદદ માટે પહોચ્યા હતા.

ગાંધીનગરઃકાફલો અટકાવી CM રૂપાણી અકસ્માતગ્રસ્ત પરિવારની મદદે પહોચ્યા,આપી કાર

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર