રાજકોટમાં કાળજાળ ગરમી. લીંબુ શરબત,ઠંડા પીણા,શેરડીથી રાહત

Mar 27, 2017 03:40 PM IST | Updated on: Mar 27, 2017 03:40 PM IST

રાજકોટઃઉનાળાના પ્રારંભીક સમયમાં જ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. બપોરના સુમારે શહેરમાં કરફ્યુ જેવો માહોલ જોવા મળે છે. આગ ઓકતા તાપમાં લૂથી બચવા તેમજ તરસ છુપાવવા માટે લોકો શેરડીનો રસ, તડબુત અને ઠંડા પીણા તેમજ લીબુ શરબતનો સહારો લઇ રહ્યા છે.

ઉનાળાની શરૂવાત થાઈઓ છે ત્યારે રાજકોટ સૌરાષ્ટ્રનું સૌથી ગરમ શહેર નોંધાયું છે. રાજકોટમાં ૩૮ થી ૪૦ ડીગ્રી જેટલી ગરમી પડી રહી છે ત્યારે લોકો સાંજના સમય સુધી શહેરમાં મ્નીકાલવાનું ટાળી રહ્યા છે તો લોકો ઉનાળાના તાપ થી બચવા તકેદારીના પગલા લઇ રહ્યા છે જેમાં ગોગલ્સ, ટોપી વડે પોતાનું શરીરનું રક્ષણ કરી રહ્યા છે તો બીજી તરફ શેરડી ના રસ, લીંબુ શરબત અને અન્ય ઠંડા પીણાનો સહારો લઇ ગરમીથી પોતાની તરસ છુપાવી રહ્યા છે.

રાજકોટમાં કાળજાળ ગરમી. લીંબુ શરબત,ઠંડા પીણા,શેરડીથી રાહત

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર