રાજ્યમાં આગામી 72 કલાક રહેશે હીટવેવ,દરિયાકિનારાના વિસ્તારમાં ફુકાશે ગરમ પવન

Apr 10, 2017 06:27 PM IST | Updated on: Apr 10, 2017 06:27 PM IST

અમદાવાદઃઉતરપૂર્વ તરફ સુકા અને ગરમ પવનો ફુકાય રહ્યા છે.જેના કારણે રાજ્યના મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો થયો છે.તો પવનની દિશા બદલાતા રાજ્યમાં હિટવેવની આગાહી હવામાન વિભાગે કરી છે.હિટવેવની સ્થિતિ રાજ્યમાં 72 કલાક દરમિયાન રહેશે.

જેના કારણે રાજ્યના તમામ શહેરનુ મહત્તમ તાપમાનમાં વધારો નોંધાશે.દરિયા કિનારાના વિસ્તારોમાં પણ ગરમ પવનો ફુકાવવાના કારણે સુરત,પોરબંદર,દીવ,સોમનાથ સહિતના વિસ્તારોમાં સામાન્ય કરતા ઉંચુ મહત્તમ તાપમાન નોંધાશે.જો કે ગરમીના પ્રકોપના કારણે લોકો પરેશાન થય રહ્યા છે.જો કે સુકા પવનોને કારણે દિવસે ગરમી અને રાતે ઠંડીનો અહેસાસ થશે.

રાજ્યમાં આગામી 72 કલાક રહેશે હીટવેવ,દરિયાકિનારાના વિસ્તારમાં ફુકાશે ગરમ પવન

 

સુચવેલા સમાચાર