આડેધડ પાસા લગાવાતા હાઈકોર્ટે ટીકા કરી રાજ્ય સરકારનો ઉધળો લીધો!

Feb 23, 2017 05:51 PM IST | Updated on: Feb 23, 2017 05:51 PM IST

અમદાવાદઃકોલ સેન્ટર કૌભાંડ કેસમાં આરોપીઓને હાઈકોર્ટે મોટી રાહત આપી છેહાઈકોર્ટે આદેશ કર્યો છે કે આ કેસમાં પાસા હેઠળ પકડાયેલા સાત આરોપીઓને મુક્ત કરવામાં આવે. હાઈકોર્ટે રાજ્ય સરકારને સવાલ કર્યો છે કે આઈટી એક્ટ હેઠળ નોંધાયેલા ગુન્હામાં આરોપીઓ સામે પાસાનો કાયદો કેવી રીતે અમલી બની શકે.

કોઈ પણ કેસમાં આડેધડ પાસા લગાવવાના નિર્ણયની હાઈકોર્ટે ટીકા કરી છે.મહત્વનુ છે કે થોડા સમય પહેલાં કોલ સેન્ટર કૌભાંડ બહાર આવ્યુ હતુ.જેમાં કરોડો રૂપિયાનુ કૌભાંડ થયુ હોવાના અહેવાલ છે.આ કેસમાં પોલીસે તપાસ દરમિયાન દસ લોકોની ધરપકડ કરી હતી.

આડેધડ પાસા લગાવાતા હાઈકોર્ટે ટીકા કરી રાજ્ય સરકારનો ઉધળો લીધો!

સુચવેલા સમાચાર