જગતના તાત માટે આનંદના સમાચાર,30 મેના કેરળમાં ચોમાસુ બેસવાની સંભાવના

May 17, 2017 07:30 AM IST | Updated on: May 17, 2017 07:30 AM IST

30 મે પહેલા પણ ચાર દિવસ વહેલુ અથવા તો 4 દિવસ મોટુ ચોમાસુ કેરળમાં આગમન.ભારત મૌસમ વિભાગ દ્વારા ચોમાસાના આગમનની અંદાજીત તારીક જાહેરત કરી છે.જો કે 30મે ના કેરળમાં ચોમાસાનુ આગમન થશે.26 મે અથવતા 3 જુન સુધીમાં મેઘરાજાનુ વિધિવત કેરળમાં આગમન થઈ જશે.કારણે ભારતમાં ચોમાસુ પહેલુ પણ શરુ થાય તેવી સંભાવના છે.કારણ કે અંદમાન-નિકોબારમાં પણ ચોમાસાની શરુઆત થઈ છે.અને ચોમાસુ ભારત તરફ આગળ વધી રહ્યુ છે.જેના કારણે કેરળમાં ચોમાસુ બેસી ગયા બાદ 15 દિવસ પછી ગુજરાતમાં શરુ થાય

છે.જો કે ચાલુ વર્ષ ચોમાસુ સામાન્ય રહેવાની હવામાન વિભાગે જાહરેતા કરી છે.

તો એક નજર કરીએ છેલ્લા 5 વર્ષની મૌસમ વિભાગે  જાહેર કરેલી આગાહી પર.

વર્ષ           આગાહી         આગમન

2012          1 જુન            5 જુન

2013          3 જુન            1 જુન

2014          5 જુન            6 જુન

2015          30 મે             5 જુન

2016          7 જુન

મૌસમ વિભાગ દ્વારા વરસાદી સિસ્ટમ પરથી આગાહી કરતા હોય છે.જો કે કેરળમાં સામાન્ય રીતે પહેલી જુનના ચોમાસાનુ આગાન થતુ હોય છે.પરંતુ અલનીનોની અસરના કારણે સમયસર છેલ્લા પાંચ વર્ષમાં ચોમાસુ શરુ થયુ નથી.જો કે ગત વર્ષે પણ ચોમાસુ સમય કરતા 8 દિવસ મોટુ બેઠુ હતુ.કારણ કે રોના વાવાઝોડાએ વરસાદી સિસ્ટમની પેટનને બદલી નાખી હતી.ત્યારે ચાલુ વર્ષે વરસાદી સિસ્ટમ અંદમાનના સમુદ્રમાં ઘણી સક્રિય છે.જેથી કેરળમાં મેઘરાજાનુ આગમન 30 મે સુધીમાં થાય તેવી સંભાવના છે.તો આશા રાખીએ કે સાચુ વર્ષે કોઈ જ વિધ્ન વિના ચોમાસુ સમયસર આગમન થાય અને સારુ રહે.

સુચવેલા સમાચાર