પી.પી.પાંડેયએ પદ છોડ્યું,નવા ડીજીપી કોણ બની શકે છે જાણો

Apr 03, 2017 02:19 PM IST | Updated on: Apr 03, 2017 04:32 PM IST

ગુજરાતના ઈન્ચાર્જ DGP પી.પી.પાંડેય પદ પરથી હટી ગયા છે.પાંડેયે જ સુપ્રીમને પત્ર પાઠવી પોતાના નિર્ણયની જાણ કરી છે. હવે ડીજીપીનો ચાર્જ અન્ય અધીકારીને સોપવામાં આવશે. ઇસરત જહા એન્કાઉન્ટર કેસ મામલે રિબેરોની અરજી પર થઈ રહેલી સુનાવણીમાં નવો વળાંક આવ્યો છે. સુપ્રીમ કોર્ટે અરજીનો નિકાલ કર્યો છે.રાજ્ય સરકારને પત્રનો અમલ કરવા તાકીદ કરી છે.હવે DGPનો ચાર્જ અન્ય અધિકારીને સોંપાશે.

સુપ્રીમ કોર્ટે પી.પી. પાંડેય વિરુદ્ધ અરજીનો નિપટારો કર્યો છે.ગુજરાત સરકારે જણાવ્યું પીપી પાંડે ખુદ પદ છોડવા ઇચ્છે છે.સરકારે એમની આ રજૂઆતને સ્વીકાર કરી લીધી છે.પૂર્વ IPS જૂલિયો રિબેરોની અરજીમાં પાંડેય ઈશરત જહાં મામલે આરોપી હોવાનો મુદ્દો હતો.

હવે નવા ડીજીપીનો ચાર્જ અન્ય અધઇકારીને સોપાશે ત્યારે પી.પી.પાંડેય બાદ હવે નવા ડીજીપી તરીકે ગીતા જોહરી, પ્રમોદ કુમાર, શઇવાનંદ ઝાના નામ ચર્ચામાં છે.

પી પી પાંડે અને ગુજરાત સરકાર તરફથી સુપ્રિમ કોર્ટમાં મગાયો હતો પહેલા સમય

30 એપ્રિલ સુધી કોર્ટ પાસેથી ડીજીપીના પદ પર રહેવા માટે માગ્યો હતો સમય

કોર્ટનું કડક વલણ જોતા તરત પદ છોડવાનો લીધો નિર્ણય

ગુજરાત સરકારે પણ સુપ્રિમ કોર્ટના નિર્ણયનું કોર્ટમાં સ્વાગત કર્યું

ગુજરાત સરકારે પણ કોર્ટમાં કહ્યું

કોર્ટ આદેશ આપશે તો તરત પદ છોડાવીશું

તરત પદ છોડવાનો પત્ર કોર્ટમાં રજૂ કર્યો

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ઇન્ચાર્જ DGPનું એક્સ્ટેન્શન રદ

પી. પી. પાંડેય એ ગત શનિવારે ચીફ સેક્રેટરીને આપ્યો હતો રાજીનામાનો પત્ર

ઇન્ચાર્જ DGP પાંડેય એ રાજીનામું આપતા નવા DGની નિમણુંક માટે કાર્યવાહી શરૂ

પી. પી પાંડેય ACBના વડા તરીકે ચાલુ મહિનાના અંત સુધી રહેશે

વય મર્યાદાના કારણે ગત ફેબ્રુઆરી મહિનામાં પાંડેય નિવૃત્ત થયા હતા

ફેબ્રુઆરીના અંતમાં સરકારે પૃથ્વીપાલ પાંડેયને ત્રણ મહિનાનું આપ્યું હતું એક્સ્ટેન્શન

પી.પી. પાંડેય પદ પરથી હટ્યા

ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ સીએમ બંગલે પહોંચ્યા

સીએમ બંગલે સીએમ અને પ્રદીપસિંહ વચ્ચે બેઠક શરૂ

બેઠક બાદ નવા DGPના નામની થશે જાહેરાત

ગુજરાતના નવા DGP કોણ ?

ગુજરાતના ઈન્ચાર્જ DGP પી.પી.પાંડેય પોતે પદ પરથી હટ્યા

શિવાનંદ ઝા, ગીથા જોહરી, પ્રમોદકુમારમાંથી થશે પસંદગી

રાજ્ય સરકાર એક-બે દિવસમાં લેશે નિર્ણય

ગીથા જોહરીનો ઘોડો વિનમાં

જોહરી નહીં તો પ્રમોદકુમાર અથવા ઝા નિશ્ચિત

સુચવેલા સમાચાર