શિવસેના સાથે મીલાવ્યો હાથ, હાર્દિક પટેલ ગુજરાતમાં મુખ્યમંત્રી પદના ઉમેદવાર

Feb 07, 2017 02:26 PM IST | Updated on: Feb 07, 2017 04:10 PM IST

મુંબઇ #ગુજરાત પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલને લઇને છેવટે ચિત્ર સ્પષ્ટ થયું છે. હાર્દિક પટેલ આજે શિવસેનાના ઉધ્ધવ ઠાકરેને મળ્યો હતો. હાર્દિક હવે ધીરે ધીરે રાજકારણ તરફ આગળ વધતો દેખાઇ રહ્યો છે. શિવસેનાએ ગુજરાત ચૂંટણી માટે પાટીદાર આંદોલન નેતા હાર્દિક પટેલને મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે રજુ કરવાનો નિર્ણય લીધો છે. આ જાણકારી શિવસેના ચીફ ઉધ્ધવ ઠાકરેએ આપી છે.

પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલે આજે મુંબઈમાં શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરતા રાજકીય માહોલ ગરમાયો છે. આગામી સમયમાં નવા સમીકરણો બને તેવી શક્યતા સેવાઇ રહી છે. બંનેએ સાથે પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી. ત્યારે હાર્દિકે પત્રકારોના સવાલોના જવાબ આપતા કહ્યુ હતું કે, સેનાને જ્યા જરૂર પડશે ત્યા તેમની સાથે ઉભો રહીશ.

હાર્દિક પટેલે કહ્યુ હતું કે,છત્રપતિ શિવાજીની ભૂમિ વીરોની ભૂમિ છે.સેના માટે જ્યાં જરૂર હશે ત્યાં તેમની સાથે ઉભો રહીશ.અનામત વ્યવસ્થા ખોટી નથી.તેને સારી રીતે લાગુ કરવાની જરૂર છે.શિવસેનાના ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ હતું કે,હાર્દિકનું માતોશ્રી અને મુંબઈમાં સ્વાગત કરૂ છું.હાર્દિકની ઈચ્છા હતી કે માતોશ્રી આવીને બાલાસાહેબના આશીર્વાદ લે.ન્યાય અને હક માટે હાર્દિકની લડાઈ છે.જ્યાં ન્યાય અને હકની લડાઈ છે ત્યા હાર્દિક સાથે હશે.

વધુમાં કહ્યુ હતુંકે, અમારી દોસ્તી અને સંબંધ કાયમ રહેશે.બધા જ જાણે છે અમે દોસ્તી નિભાવીએ છીએ.હાર્દિકનું આ ઘર છે તમે ગમે ત્યારે અહીં આવી શકો છો.ગુજરાતના લોકોને જરૂર પડી તો અમે ગુજરાતમાં લડીશું,હાર્દિક અમારો ચહેરો હશે. જરૂરી નથી અમે સરકારની સાથે બનેલા રહીએ અમે તેની સાથે બંધાયેલા નથી.મહારાષ્ટ્ર સરકાર મામલે ઉદ્ઘવ ઠાકરે કહ્યું હતું કેનોટીસ પીરિયડ પર મહારાષ્ટ્ર સરકાર છે.નોટીસ પીરિયડ ક્યારે સમાપ્ત થશે તેની ખબર નથી.રાજીનામા પ્રધાનોના ખીસામાં જ છે.

બીએમસી ચૂંટણીમાં હાર્દિક પટેલ શિવસેના માટે પ્રચાર કરી શકે છે.મુંબઈમાં ગુજરાતના પાટીદાર સમાજના મતદારો વધારે છે.સાંજે હાર્દિક પટેલ મુંબઈના પાટીદાર સમાજને મળે તેવી શક્યતા છે.કાર્યક્રમમાં શિવસેનાના કેટલાક નેતાઓ હાજર રહેશેશિવસેનાએ બીએમસી ચૂંટણીમાં 11 ગુજરાતી સમાજના લોકોને મેદાનમાં ઉતાર્યા છે.

નોધનીય છે કે,ગુજરાતમાં પાટીદારો પર પોલીસ અને ભાજપ સરકાર દ્વારા દમન ગુજારાયા બાદ હાર્દિક પટેલ અને પાટીદારો ગુજરાતમાં ભાજપ સરકારને સબક શીખવાડવા માગે છે. ત્યારે ચુંટણીમાં ભાજપના મુળીયા ઉખાડી નાખવા જાહેર મંચ પરથી હાર્દિક પટેલ અનેક વાર કહી ચુક્યો છે. ત્યારે આજે સેનાને સમર્થન આપતા હાર્દિકે જ્યા જરૂર પડશે ત્યા ઉભો રહીશ તેવું નિવેદન પણ કર્યું છે. તો આગામી સમયમાં ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીમાં ત્રીજા પક્ષ તરીકે શીવસેના મેદાનમાં ઉતરશે તો શું હાર્દિક પટેલ અને પાટીદારો તેને સમર્થન આપશે કે નહી તેવી અટકળો તે જથઇ છે. તો ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ પક્ષ તેમજ આમઆદમી પાર્ટી માટે પણ હવે પાટીદારોનું સમર્થન મેળવવા એડીચોટીનું જોર લગાવાય તો નવાઇ નહી?

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર