અમદાવાદઃવસ્ત્રાલમાં કાકાના ઘરે હાર્દિકે લીધુ સાંજનું ભોજન

Jan 18, 2017 12:04 PM IST | Updated on: Jan 18, 2017 12:04 PM IST

અમદાવાદઃ પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલ છ મહીના સુધી ગુજરાત બહાર રહ્યા બાદ મંગળવારે ગુજરાત પરત ફર્યો હતો.જો કે સાંજના સમયે હાર્દિક પટેલ તેના કાકાના ઘરે વસ્ત્રાલ ખાતે આવી પહોચ્યો હતો.જ્યાં તેણે સાંજનું ભોજન લીધું હતું અને ત્યાંથી પુના જવા માટે એરપોર્ટ રવાના થયો હતો.આ દરમિયાન હાર્દિક પટેલએ ઇટીવી સાથે ખાસ વાતચીત કરી હતી.

અમદાવાદઃવસ્ત્રાલમાં કાકાના ઘરે હાર્દિકે લીધુ સાંજનું ભોજન

6 મહિનાના વનવાસ બાદ હાર્દિક પટેલનું આજે ગુજરાતમાં આગમન થતાં પાટીદાર સમાજ ફરી એકવાર જોમમાં આવ્યો છે. હાર્દિક પટેલને આવકારવા માટે પાટીદાર સમાજ મોટી સંખ્યામાં બોર્ડર રતનપુર ખાતે આવી પહોંચ્યો હતો. તો દલિત નેતા જિજ્ઞેશ મેવાણીએ પણ હાજરી આપી હતી. હાર્દિક પટેલનું હાર પહેરાવી સ્વાગત કર્યું હતું અને કહ્યું હતું કે, સમાજ સિવાયના તમામ મુદ્દે એક સાથે લડત આપીશું.

હાર્દિકના આગમનને લઇને આજ સવારથી જ ભારે જોરશોરથી તૈયારીઓ શરૂ થઇ હતી. પાટીદાર સમાજના યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હાર્દિક હજુ ઉદેપુરથી નીકળ્યો પણ ન હતો ત્યાં પાટીદારો રતનપુર ખાતે સ્વાગત માટે એકઠા થવા શરૂ થઇ ગયા હતા.

હિંમતનગરની સભામાં હૂકાર

જય સરદાર જય પાટીદારનો નારો લગાવતાં હાર્દિક પટેલે કહ્યું હતું કે, જે સમાજને કંઇક મળે, ખેડૂતને કાંઇક મળે એ માટે અહીં આવેલા ખેડૂતો, યુવાનો વીર સરદારના સંતાનોને નમન કરૂ છું. આ લડાઇ સમાજના હિત માટેની લડાઇ છે. આ એ પ્રકારની લડાઇ લડી રહ્યા છે કે ગુજરાતની અંદર 1 કરોડ 20 લાખ પાટીદારોને આઝાદ ભારતમાં પહેલીવાર કંઇક માંગ્યું છે અને એ માંગવા પર યુવાનોને શહીદ કર્યા, એ યુવાનોને શહીદ કર્યા કે જેઓ કંઇક માંગવા આવ્યા હતા.

વનવાસ બાદ હાર્દિક પટેલનો હિંમતનગરમાં હૂંકાર, કહ્યુ-બધી રીતે લડવા તૈયાર છું

અનામતના કારણે કોઇને પ્રવેશ નહીં મળે કે નોકરી નહીં મળે તો અમારો વિરોધ છે. અનામત તો લેવાની જ છે. નહીં આપો તો છિનવીને લેશું. આ લડાઇ એવા યુવાનો માટેની છે કે જેઓ ભણવા છતાં બેરોજગાર છે.

કોઇ વ્યક્તિ કે સમાજ સામે અમારો વિરોધ નથી. ભારતના બંધારણમાં આપેલી અનામત માંગી રહ્યા છીએ.

વડીલોને નમન કરીએ છીએ અને કહીએ છીએ કે જે સહયોગ આપ્યો હતો એનાથી વધુ આપજો કે જેથી જનરલ ડાયર સામે લડવાની તાકાત મળે, પરંતુ તમે ચિંતા ના કરતા, અમે એનો હિસાબ વ્યાજ સાથે લઇશું. બધી રીતે લડી લેવા તૈયાર છું.

 

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર