સુરતઃપાટીદારો દ્વારા પૂણા પોલીસ સ્ટેશનનો ઘેરાવ

Feb 09, 2017 01:11 PM IST | Updated on: Feb 09, 2017 01:11 PM IST

સુરતઃપાટીદારો દ્વારા પૂણા પોલીસ સ્ટેશનનો આજે ઘેરાવો કરવામાં આવ્યો છે. હાર્દિક પટેલ સાથે પાટીદારો સુરતના પૂણા પોલીસ સ્ટેશન પહોચ્યા છે.પૂણા પોલીસ સ્ટેશન બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. નોધનીય છે કે તાજેતરમાં ભાજપના યુવા અધ્યક્ષ ઋત્વિક પટેલની સુરતમાં યોજાયેલી રેલીમાં તેની પર ઇડા ફેકાયા હતા.

બાદમાં આ મામલે ભાજપના કાર્યકરોએ પાસના એક કાર્યકરને ફટકાર્યો હતો. ત્યારે પોલીસ દ્વારા પણ પાસના કાર્યકરોની અટકાયત કરાઇ હતી તો બીજી બાજુ ભાજપના કાર્યકરો સામે કોઇ કાર્યવાહી ન કરાતા 9મી જાન્યુઆરીએ પોલીસ મથકના ઘેરાવાની ચિંમકી ઉચ્ચારવામાં આવી હતી. તેને લઇ આજે હાર્દિક પટેલ સહિત પાટીદારો અત્યારે પુના પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરવા પહોચ્યા છે.

સુરતઃપાટીદારો દ્વારા પૂણા પોલીસ સ્ટેશનનો ઘેરાવ

સુરતમાં આ અગાઉ આજે હાર્દિક પટેલ સુરત કોર્ટમાં હાજર થયો હતો.રાજદ્રોહ કેસમાં હાર્દિકે કોર્ટમાં હાજરી પુરાવી હતી.તારીખ પડતાં હાર્દિક કોર્ટમાંથી રવાના થઇ પોલીસ મથક ઘેરાવો કરવા કાર્યકરો સાથે પહોચ્યો છે.પાટીદાર યુવકો પૂણા પોલીસ સ્ટેશનમાં માનવ સાંકળ રચી વિરોધ કરશે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર