સુરતઃક્રાઇમ બ્રાન્ચમાં હાજરી પુરાવા આવેલ હાર્દિકે કહ્યુ, કાલે કાગવડ જવું છે!

Jan 19, 2017 02:42 PM IST | Updated on: Jan 19, 2017 02:42 PM IST

સુરતઃક્રાઇમ બ્રાન્ચમાં હાજરી પુરાવા આવેલ હાર્દિકે કહ્યુ, કાલે કાગવડ જવું છે!

સુરતઃસુરતના નાપુરા બહુમાળી ખાતે ક્રાઇમ બ્રાન્ચમાં સવારે સાડા અગીયાર વાગ્યાના સુમારે પાસ કન્વીનર હાર્દિક પટેલ આવી પહોચ્યો હતો. અહીંયા તેના વકીલ યશવંતસિંહ વાળા સાથે તેણે ક્રાઇમ બ્રાન્ચમાં હાઇકોર્ટના આદેશ અનુસાર હાજરી પુરાવાની ઔપચારિકતા પુર્ણ કરી હતી.

ક્રાઇમ બ્રાન્ચમાં હાજરી આપ્યા બાદ હાર્દિકે મીડીયા સાથે વાતચીતમાં ભાજપના સાંસદ વિઠ્ઠલભાઇ રાદડીયાએ કરેલા નિવેદન સામે પ્રતિક્રિયા આપી હતી સાથે સાથે હાર્દિકે કાગવડ ખોડલધામ ખાતે મહોત્સવમાં પણ જવાની વાત કરી હતી.

છ મહિનાના ગુજરાત વનવાસ બાદ હાર્દિક આજે પ્રથમ વખત સુરતની ક્રાઇમ બ્રાન્ચમાં હાજરી પુરાવા માટે આવ્યો હતો. માત્ર પંદર મિનીટમાં ક્રાઇમ બ્રાન્ચમાં હાજરી આપવાની  ઔપચારિકતા પુર્ણ કરીને હાર્દિક તુરંત જ અમદાવા જવા રવાના થઇ ગયો હતો.

હાર્દિક પટેલે હાઇકોર્ટના આદેશ અનુસાર સુરતમાં હાજરી આપી હતી જો કે હવે આગામી તા. 26 અને 27 જાન્યુઆરીમાં તે ફરીથી સુરત આવે તેવી શક્યતા છે અને તે સમયે કોર્ટમાં તેની સામે જે ચાર્જશીટ થઇ છે, તે કાર્યવાહી પણ આગળ ચાલવાની શક્યતા છે.

નોધનીય છે કે,ખોડલધામમાં ભાજપના સાંસદ વિઠ્ઠલભાઇ રાદડિયાએ વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. તેમણે કહ્યુ હતું કે હાર્દિક લેઉવા પટેલ નથી. જેને લઇ રાજકારણ ગરમાયું છે. હાર્દિક પટેલ ગુજરાતમાં ચાલતા પાટીદાર અનામત આદોલનનો સંયોજક છે. ત્યારે તેના પર ભાજપી સાંસદના નિવેદનથી મામલો ગરવાયો છે. ડાયરા પહેલા સાંસદ વિઠ્ઠલ રાદડિયાએ નિવેદન કરતા વિવાદ થયો છે.

સાંસદ વિઠ્ઠલ રાદડિયાના નિવેદન પર પ્રતિક્રિયા આપતા હાર્દિકે કહ્યુ કે હું લેઉવા કે કડવા પાટીદાર નથી.હું મા ખોડલનો સંતાન પાટીદાર છું.સમાજ તોડતા તત્વો સમાજનું વિચારો પોતાનું નહીં.સમાજને તોડવાનું નહીં જોડવાનું વિચારો.મા ખોડલના સાનિધ્યમાં આ સારુ નથી લાગતું.

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર