હાર્દિકની સાથે સમાજનો કોઈ બુદ્ધિજીવી વર્ગ કે વડીલો નથીઃકેતન પટેલ

Feb 08, 2017 04:49 PM IST | Updated on: Feb 08, 2017 04:49 PM IST

અમદાવાદ : રાજકારણમાં પક્ષ પલટો કોઈ નવી વાત નથી.ચૂંટણી આવે એટલે નેતાઓ એક પક્ષમાંથી બીજા પક્ષમાં આયારામ ગયારામ કરતા નજરે પડે છે.પણ હાર્દિક પટેલ કદાચ પહેલો એવો વ્યક્તિ હશે કે જે કોઈ પાર્ટી સાથે જોડાયા વિના પાર્ટીઓ બદલી રહ્યો છે. હાર્દિક ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં શિવસેના માટે પ્રચાર કરશે અથવા સમર્થન જાહેર કરશે.જો કે ભાજપ પછી આમ આદમી પાર્ટી પછી નીતીશ અને હવે ઉદ્ધવ સાથે હાથ મિલાવનારા હાર્દિક છેલ્લી ઘડીએ કઈ તરફ વળે તે કોઈ કહી શકતું નથી.

hardik

હાર્દિકની સાથે સમાજનો કોઈ બુદ્ધિજીવી વર્ગ કે વડીલો નથીઃકેતન પટેલ

હાર્દિકને નજીકથી ઓળખનારા લોકોનું માનીયે તો હાર્દિકે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પોતાની અલગ પાર્ટી બનાવવાની તૈયારી પણ શરૂ કરી દીધી છે.આ પાર્ટીનું નામ પણ નક્કી થઈ ગયું હોવાનું મનાય છે. સાચું ખોટું શું છે તે તો હાર્દિક જ જાણે.પણ એક વાત નક્કી છે કે હાર્દિકે રાજનીતિમાં કારકિર્દી બનાવવાનું નક્કી કરી લીધું છે તો બીજી બાજુ પાસના પૂર્વ કન્વીનર કેતન પટેલે આજે ઈટીવી ન્યુઝ સાથે ની વાતચીત માં હાર્દિક પટેલ પર આકરા પ્રહાર કર્યા છે. હાર્દિક કરતા અલ્પેશ ઠાકોર વધુ મેચ્યોર છે તેવું હાર્દિક નાં એક સમયનાં સાથી અને હાર્દિક સાથે જ જેલમાં જનાર અને રાજદ્રોહના આરોપી કેતન પટેલ કહી રહ્યા છે વધુ માં કેતને જણાવ્યું હતું કે હાર્દિક હજુ પણ અપરિપક્વ છે હાર્દિકની સાથે સમાજનો કોઈ બુદ્ધિજીવી વર્ગ કે વડીલો નથી. હાર્દિકની સાથે સમાજના ફક્ત 15 ટકા અપરિપક્વ યુવાનો છે બીજી તરફ હાર્દિક નાં જ ભૂતપૂર્વ સાથી ચિરાગ પટેલે પણ આવું કાંઇક કહી અને હાર્દિક સમાજ ના નામે રાજનીતિ કરી રહ્યો છે તેવું જણાવી રહ્યા છે.

જો કે હાર્દિક અને શિવસેનાને એક મંચ પર  રાજકીય નિષ્ણાતો માને છે કે આ એક રાજકીય સ્ટન્ટથી વિશેષ કશું નથી. હાર્દીક પટેલના ઉદ્ધવ ઠાકરે સાથેના મેળાપના અનુસંધાને રાજકીય રીતે નિહાળીએ તો હાર્દીકે કશું મેળવવાનું નથી. અને શિવસેનાએ કશું ગુમાવવાનું નથી. એટલું ખરૂં કે આ મુલાકાત બાદ શિવસેનાને બીજેપીની ચુટકી લેવાનો એક અવસર મળી ગયો છે.

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર