હાર્દિક પટેલ સહિત 60 સામે રાયોટિંગનો ગુનો દાખલ,20ની ધરપકડ

Mar 20, 2017 01:00 PM IST | Updated on: Mar 20, 2017 06:10 PM IST

અમદાવાદઃપાટીદાર નેતા હાર્દિક પટેલ અને તેના સમર્થકો દ્વારા વસ્ત્રાલમાં ગઇકાલે મોડી રાત્રે હલ્લાબોલ મામલે હાર્દિક પટેલ સહિત 60 પાટીદારો સામે કોર્પોરેટર પરેશ પટેલે ગુનો દાખલ કરાવ્યો છે.રામોલ પોલીસે સોમવારે બપોર સુધી 20 લોકોની અટકાયત કરી છે.ગત રાત્રે હાર્દિક અને પાટીદારો દ્વારા ઘેરાવ કરાયો હતો.ભાજપના કોર્પોરેટર પરેશ પટેલના ઘરનો ઘેરાવ કર્યો હતો.ભાજપ શહેર પ્રમુખ જગદીશ પંચાલ કોર્પોરેટરના ઘરે પહોંચ્યા હતા.

 હાર્દિક પટેલ અને તેના સમર્થકો દ્વારા વસ્રાલ-રામોલના કોર્પોરેટર પરેશ પટેલના ઘરનો મોડી રાત્રે ઘેરાવ કરવામાં આવ્યો હતો.હાર્દિકની સાથે પાસ કન્વીનર બ્રિજેશ પટેલ અને ગીતા પટેલ એસપીજી કન્વીનર નચિકેત મુખી સહિત અંદાજે 100 લોકોનો કાફલો  કોર્પોરેટર પરેશ પટેલના ઘરે પહોંચ્યો હતો અને ઘરની બહાર હોબાળો મચાવ્યો હતો.

ramol patidr atkayat

હાર્દિકે કોર્પોરેટર પર આક્ષેપ કરતા જણાવ્યુ હતું કે સમાજના યુવાનો અને ભાજપના કાર્યકરો વચ્ચે સોશિયલ મીડિયામાં બબાલ થઈ હતી તેને લઈ કોર્પોરેટરે સમાજના યુવાનો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે તે યોગ્ય નથી.રાતના સમયે કોર્પોરેટરના ઘરના ઘેરાવના પગલે પોલીસ કાફલો કોર્પોરેટરના ઘરે પહોંચ્યો હતો.ત્યારે હાર્દિક સાથેના મોટાભાગના લોકો ભાગવામાં સફળ રહ્યાં હતા.કોર્પોરેટરના ઘરની બહારથી પોલીસે 20જેટલા લોકોની અટકાયત કરી હતી.

નોધનીય છે કે, કોર્પોરેટર પરેશ પટેલના એફબી પર વિસ્તારના જ કેટલાક પાટીદાર આંદોલનને લઈને કોમેન્ટ મુદ્દે પરેશ પટેલ ફરિયાદ કરતાં પોલીસે કેટલાક યુવકોની અટકાયત કરી હતી. જે મુદ્દે હાર્દિક પટેલ રામોલ પોલીસ સ્ટેશન પહોંચીને યુવકોને છોડવાની માંગ કરી હતી. બાદમાં કોર્પોરેટરના ઘરે પહોચ્યા હતા.

SPG કન્વિનર નચિકેત મુખીની અટકાયત

પાસ કન્વિનર ગીતા પટેલની પણ અટકાયત

હાર્દિક પટેલ સહિત 60 લોકો વિરુદ્ધ થઈ હતી ફરિયાદ

કોર્પોરેટના ઘરના ઘેરાવના મામલે રાયોટિંગની ફરિયાદ

વસ્ત્રાલ કોર્પોરેટર પરેશ પટેલે કરી હતી ફરિયાદ

હાર્દિક સહિત 60 લોકો સામે નોંધાઇ ફરિયાદ

અત્યાર સુધીમાં 20 જેટલા લોકોની પોલીસે કરી ધરપકડ

થોડીવારમાં ઘી કાંટા કોર્ટમાં કરાશે રજૂ

પોલીસ તમામ લોકો રિમાન્ડની માંગણી કરી શકે છે.

12 બી સહિતની કલમો હાર્દિક સહિત તમામ 60 લોકો પર લગાવામાં આવી

કૃણાલ પટેલના જામીન બાદ વરુણ પટેલનું નિવેદન

'સરકાર પાટીદારો પાસે સોશિયલ મીડિયામાં વાણી સ્વતંત્રનો હકક છીનવી રહી છે'

'સોશિયલ મીડિયાના માધ્યમથી અમને પણ ધમકીઓ મળી છે : વરુણ'

'પાસની માહિલા આગેવાનો પણ સોશિયલ મીડિયા માધ્યમે ગાળો આપવામાં આવે છે'

'કોર્પોરેટરના ઘરનો ઘેરાવ ટ્રેલર હતું'

'જરૂર પડ્યે સીએમ હાઉસનો પણ ઘેરાવ કરીશું : વરુણ'

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર