હાર્દિક સમાજ સાથે શિવસેનામાં જોડાયોઃવાપીમાં હોડિગ્સ લગાવી કરાયો દાવો

Feb 18, 2017 03:36 PM IST | Updated on: Feb 18, 2017 04:44 PM IST

સુરતઃપાટીદાર અનામત આદોલનના કન્વીનર અને પાટીદાર નેતા હાર્દિક પટેલ અને શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેની તાજેતરમાં મુંબઇમા થયેલી મુલાકાતને લઈને નવાજ રાજકીય સમીકરણો બન્યા છે.આ વર્ષે યોજાનાર ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જ યોજાયેલી આ મુલાકાત અને તે વખતે ઉદ્ધવ ઠાકરેએ હાર્દિક પટેલનુ શિવસેનામા સ્વાગત અને વિધાનસભામા શિવસેના તરફથી સીએમ તરીકેનો ચહેરો ગણાવતા ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. તો હાર્દિક પણ પોતે શિવસેના નહી પણ પાટીદારોનો ચહેરો હોવાનું કહી ચુક્યો છે.

hardik postar vapi

હાર્દિક સમાજ સાથે શિવસેનામાં જોડાયોઃવાપીમાં હોડિગ્સ લગાવી કરાયો દાવો

આ વચ્ચે વાપીમા શિવસેના દ્વારા લગાવેલા એક હોર્ડિન્ગને લઇને વિવાદ શરૂ થયો છે.વાપીના ભડક્મોરા ચાર રસ્તા પર લાગેલા શિવસેનાના હોર્ડિન્ગમા હાર્દિકની સાથે પટેલ સમાજએ પણ પાટીદાર સમાજમા પ્રવેશ કર્યો હોવાનો દાવો કરવામા આવ્યો છે.આમ હાર્દિક પટેલ અને પટેલ સમાજને શિવસેના મા પ્રવેશને આવકારતા વાપી શિવ સેનાના આ હોર્ડિન્ગને લઈને આગામી સમય મા મોટા વિવાદની શક્યતાઓ જોવાઈ રહી છે.

જોકે હવે આ હોર્ડિન્ગને લઈને ઊભા થયેલા વિવાદને લઈ આ મુદ્દે જ્યારે હોર્ડિન્ગ મા જેમનો ફોટો છે અને ગુજરાત શિવસેનાના પ્રદેશ સહ પ્રવક્તા અને વાપીમા શિવ સેનાના અગ્રણી આગેવાન એવા એન. ડી.કદમ હવે હોર્ડિન્ગ  મા જે દાવાઓ થઈ રહ્યા છે એના થી અલગજ વાત કરી રહ્યા છે અને હાર્દિક નુ અને પટેલ સમાજનુ સ્વાગતનો જ ઉલ્લેખ કર્યો હોવાનુ જણાવી રહ્યા છે.

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર