બેલેટ પેપરથી ચૂંટણી કરો,ગુજરાતની જનતા પરિવર્તન માટે તત્પરઃહાર્દિક પટેલનો હૂંકાર

Mar 16, 2017 02:56 PM IST | Updated on: Mar 16, 2017 02:56 PM IST

સુરતઃઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમા ભાજપની જીત બાદ માયાવતીની જેમ હવે હાર્દિક પટેલ દ્વારા પણ EVM મશીનથી મતદાન પર સવાલ ઉઠાવાયા છે. અને ગુજરાતમાં ઈવીએમ કરતાં બેલેટ પેપર પર ચૂંટણી યોજવી જોઈએ તેવી માંગ કરી છે.હાર્દિક પટેલે મત વ્યક્ત કરતા કહ્યુ હતું કે,આવનારા દિવસોમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાનાર તેમાં EVM મશીનથી નહીં પરંતું બેલેટ પેપરથી ચૂંટણી થવી જોઇએ.

sur patidar

બેલેટ પેપરથી ચૂંટણી કરો,ગુજરાતની જનતા પરિવર્તન માટે તત્પરઃહાર્દિક પટેલનો હૂંકાર

આ ઉપરાંત આગામી 19 મી તારીખે સુરત ના યોગી ચોક ખાતે સભા યોજી મોટી સંખ્યા મા પાટીદારો ને એકત્રિત કરવાનો પ્રયાસ કરવામા આવી રહ્યો છે ત્યારે આ સભા યાદગાર સાબીત થાય તેવા પ્રયાસો હાથ ધરાઈ રહયા છે.જોકે હાર્દિક વિરૂદ્ધ અમરેલી સહીત સુરતમા વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે ત્યારે હાર્દિકે જણાવ્યું હતુ કે મીડિયા 4 ટામેટા ફોક્સ કરી બતાવી રહ્યુ છે, જ્યારે સભા મા ઉપસ્થિત જનમેદની બતાવી રહ્યુ નથી.

હાર્દિકે જણાવ્યું હતું કે, દરેક પ્રદેશમાં સતા વિરુદ્ધના પરિણામો આવ્યા છે. હું માનું છું કે, ગુજરાત રાજ્યમાં 25 વર્ષથી એકનું સાશન  છે. જરૂર જનતા પણ સતા પરિવર્તન માટે તત્પર હશે.

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર