હાર્દિક પટેલનો વધુ એક કથિત વીડિયો વાયરલ, યુવતી અને બે યુવક સાથે દેખાયો

Nov 14, 2017 01:45 PM IST | Updated on: Nov 14, 2017 02:28 PM IST

અમદાવાદઃ પાસ નેતા હાર્દિક પટેલનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં હાર્દિક એક યુવતી અને બે યુવકો સાથે જોવા મળી રહ્યો છે. જોકે, ન્યૂઝ18 આ વીડિયોની પુષ્ટિ નથી કરતું. ગઈકાલે જ એક યુવતી સાથે હાર્દિકનો સેક્સ વીડિયો વાયરલ થયો હતો. આજે વાયરલ થયેલા વીડિયોમાં હાર્દિકે અને તેની સાથે રહેલા લોકોએ મૂંડન કરાવ્યું હોવાનું દેખાઈ રહ્યું છે. ગઈકાલે વાયરલ થયેલો વીડિયોમાં 16-05-2017ની તારીખ જોઈ શકાતી હતી. હાલમાં વાયરલ થયેલા વીડિયોમાં 22-05-2017ની તારીખ જોઈ શકાય છે.

વાયરલ થયેલો વીડિયો મોર્ફઃ હાર્દિક

ગઈકાલે વીડિયો વાયરલ થયા બાદ હાર્દિકે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે તેનો વાયરલ થઈ રહેલો વીડિયો મોર્ફ કરવામાં આવ્યો છે. વીડિયોમાં જે તારીખ બતાવવામાં આવી રહી છે એ દિવસોમાં તેણે મુંડન કરાવ્યું હતું. હવે મુંડન સાથેનો વીડિયો વાયરલ થયો છે ત્યારે શક્ય છે કે કોઈ વ્યક્તિ તેને ટાર્ગેટ કરીને જ આ વીડિયો વાયરલ કરી રહી છે.

કથિત વીડિયો અંગે હાર્દિક પટેલની પત્રકાર પરિષદ

હાર્દિક સોમવારે સીડી અંગે પત્રકાર પરિષદ સંબોધતા કહ્યું હતું કે, "ગંદી રાજનીતિની હવે શરૂઆત થઈ છે. ગુજરાતની મહિલાઓએ હવે જાગૃત થવાનું છે. સીડી મામલે 18 તારીખે માણસાની સભામાં પુરાવા જાહેર કરીશ. મારી જે સીડી ફરી રહી છે તે ખોટી છે. નલિયા કાંડની તપાસ ભાજપ નથી કરી રહીં અને મારી પાછળ પડી છે. હું નપુંસક નથી, હું પણ પુરૂષ છું, મારે પણ લગ્ન કરવાનાં છે. મારો પણ પરિવાર હશે અને બાળકો પણ થશે. ભાજપે ગંદી રાજનીતિ શરૂ કરી દીધી છે. ગુજરાતની અંદર ભાજપને સત્તા મેળવવી હોય તો તેમણે હાર્દિક પટેલને બદનામ કરવો જ પડશે."

શક્તિસિંહના નિવેદન સામે રાજકોટમાં વિરોધ

હાર્દિક પટેલના એક પછી એક કથીત વીડિયોને લઇને સમગ્ર રાજ્યના રાજકારાણમા ખળભળાટ મચી ગયો છે. સોમવારના રોજ હાર્દિક પટેલનો વીડિયો વાયરલ થતાની સાથે કોગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે નિવેદન આપ્યું હતું કે હાર્દિક પટેલ સરદાર પટેલનું ડીએનએ છે, જેને લઇને સમગ્ર રાજ્યમાં ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના શહેર રાજકોટમાં ભાજપના નેતાઓ દ્વારા કોગ્રેસના પૂતળાનું દહન કરીને વિરોધ કરવામાં આવ્યો હતો. ભાજપના મહિલા આગેવાનો દ્વારા કોંગ્રેસ વિરોધી નારા લગાવામાં આવ્યા હતા

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર