ભાવનગરની હાલત બિહાર કરતા બદ્દતરઃહાર્દિક પટેલનો આક્ષેપ

Jan 26, 2017 01:00 PM IST | Updated on: Jan 26, 2017 01:00 PM IST

ભાવનગરઃભાવનગરમાં પાટીદાર મહિલાની દુ્ષ્કર્મ બાદ હત્યા કરાતા આ ઘટનાને લઇને ભાવનગરની છબી ખરડાઇ છે ત્યારે ગઇકાલે અહી પહોચેલા હાર્દિક પટેલે પીડિત પરિવારની મુલાકાત લઇને ભાવનગરની હાલત બિહાર કરતા પણ બદતર થયાનો આરોપ લગાવી સરકાર પર કાયદા અને સુરક્ષાને લઇ નિશાન તાક્યુ હતું.

ભાવનગરના ગારીયાધાર તાલુકાના માંડવી ગામે ૨/૧૨/૨૦૧૬ ના દિવસે વૃદ્ધ પાટીદાર મહિલાની હત્યા દુષ્કર્મના ઈરાદે કરવામાં આવી હતી. જેના પગલે આજે પાસના નેતા હાર્દિક પટેલ માંડવી ગામે પહોચ્યા હતા. હાર્દિક સાથે રેશમા પટેલ,લલિત વસોયા અને બાબુભાઈ માંગુકિયા પણ સાથે રહ્યા હતા. હાર્દિક પટેલે પરિવારની મુલકાત લઈને પરિવારને સાંત્વના આપી હતી અને ગમે તેવી પરિસ્થતિમાં સાથે રહેવા તૈયારી બતાવી હતી.

ભાવનગરની હાલત બિહાર કરતા બદ્દતરઃહાર્દિક પટેલનો આક્ષેપ

પરિવારના ઘરની બાજુમાં સભાનું આયોજન કરવમાં આવ્યું હતું. જેમાં હાર્દિકે સીએમ પર પ્રહાર કરતા કહ્યું હતું કે સિંહ ગર્જના કરો તો રૂપાણી અહિયાં સિબિઆઇ લઈને આવશે. ભાવનગર જીલ્લાની હાલત બિહાર કરતા ખરાબ થઇ ગઈ હોવાનો આક્ષેપ કર્યો હતો. તો સમાજના ત્રણ નેતાઓ ભાજપમાં હોઈ જે સમાજ સાથે ના હોઈ તેવાની જરૂર નથી તેવા ઉચ્ચાર કર્યા હતા. મહિલાઓને શક રોટલી અને કપડામાંથી બહાર નીકળીને હવે જાસી કી રાની બનવા આહ્વાન કર્યું હતું.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર