ફાયરિંગના વાયરલ વીડિયો પર હાર્દિક બોલ્યો,- કોઇની હત્યા નથી કરી

Apr 17, 2017 04:45 PM IST | Updated on: Apr 17, 2017 04:45 PM IST

પાસ કન્વીનર હાર્દિક પટેલે વિરમગામમા થયેલા પિતરાઇના લગ્નમાં ફાયરિંગ ના વાઈરલ વિડિઓ પર સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે તે સ્ટાર્ટર રિવોલ્વર હતી અને અને અમે કોઈની હત્યા નથી કરી નાખી અને સ્ટાર્ટર રિવોલ્વરથી ફાઈરિંગ કરવું તે કોઈ ગુનો નથી.

સમગ્ર ઘટના ની વાત કરવામાં આવે તો થોડા દિવસ પહેલા વિરમગામમાં હાર્દિક ની પિતરાઈ બહેન ના લગ્ન હતા. જેમાં સૌરાષ્ટ્ર પાસ કન્વીનર બ્રિજેશ પટેલ દ્વારા ફાઈરિંગ થઇ રહ્યું છે તેવો વીડિઓ સોશિયલ મીડીયા વાઈરલ થયો હતો અને પોલીસમાં આ વીડિઓ અંગે અરજી પણ થઇ છે ત્યારે હાર્દિકે પોલીસ તપાસ માં સાથ સહકાર આપવા ખાત્રી આપી છે.

ફાયરિંગના વાયરલ વીડિયો પર હાર્દિક બોલ્યો,- કોઇની હત્યા નથી કરી

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર