સુરતઃચાલુ પરિક્ષામાં જબરદસ્તી ઘુસ્યા હાર્દિકના સમર્થકો,પછી શું થયુ જુવો

Mar 09, 2017 05:00 PM IST | Updated on: Mar 09, 2017 05:08 PM IST

સુરતઃસુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી ધારુકાવાળા કોલેજમાં આજે હાર્દિક પટેલ અને તેના સમર્થકો જબરજસ્તીથી ઘુસી જઇને કોલેજ સંચાલકો સાથે હાથાપાઇ કરવામાં આવી હતી.

hardik1

સુરતઃચાલુ પરિક્ષામાં જબરદસ્તી ઘુસ્યા હાર્દિકના સમર્થકો,પછી શું થયુ જુવો

કાપોદ્રા વિસ્તારમાં આવેલ ધારુકાવાળા કોલેજમાં આજે હાર્દિક પટેલ તેના સાથીદારો સાથે પહોચ્યો હતો. જોકે કોલેજમાં પરીક્ષા ચાલતી હોવાથી કોલેજ સંચાલકોએ કોલેજમાં પ્રવેશ કરવાની હાર્દિક પટેલને ના પાડી હતી. છતાંય ગેરકાયદેસર પ્રવેશ કર્યો હતો અને જય સરદાર અને જય પાટીદાર ના નારા લગાવ્યા હતા.

આ લોકોને અટકાવતા સુરતના કન્વીનર અને પોલીસ ચોપડે ભાગેડુ અલ્પેશ કથીરિયા  3 વિધાર્થીને પાટીદાર આંદોલન ના નામે ધમકાવો છે કહીને ઝગડો શરુ કરી દીધો હતો.જોકે પાસના આગેવાન અને તેમની સાથેના લોકો ઉશ્કેરાઈ ઉઈને કોલેજ સંચાલકો સાથે હાથાપાઇ શરુ કરી નાખી હતી. જોત જોતામાં કોલેજ કેપ્સ અખાડામાં પરિવર્તિત થયું હતું

સુચવેલા સમાચાર