હાર્દિક પટેલ વિસનગર કોર્ટમાં રહ્યો હાજર, લાલજી પટેલ ન આવ્યા

Oct 26, 2017 11:40 AM IST | Updated on: Nov 02, 2017 10:53 AM IST

વિસનગર કોર્ટ દ્વારા જાહેર કરાયેલાં હાર્દિક પટેલ અને લાલજી પટેલ વિરુદ્ધ જાહેર કરાયેલાં વોરંટ બાદ આજે સવારે હાર્દિક પટેલે વિસનગર કોર્ટમાં હાજરી આપી હતી. કોર્ટે 5 હજાર રૂપિયાનાં બોન્ડ પર વોરંટ રદ્દ કર્યાની વાતો સામે આવી છે. આપને જણાવી દઇએ કે હાર્દિક પટલે 6 લોકોની સાથે કોર્ટમાં હાજર રહ્યો હતો. જ્યારે લાલીજ પટેલ કોર્ટમાં હાજર રહ્યા ન હતા.

હાર્દિક પટેલનું વોરંટ થયુ રદ

હાર્દિક પટેલે તેનાં વિરુદ્ધ જાહેર થયેલાં વોરંટ બાદ વિસનગર કોર્ટમાં હાજરી આપી અને બાદમાં તેનાં ટ્વિટર પેજ પર લખ્યુ છે કે તેનાં વોરંટ રદ્દ થઇ ગયા છે. આજે સાંજે તેનો ઉમરાળામાં કાર્યક્રમ છે તે કાર્યક્રમ ચાલૂ છે અને હાર્દિક પટેલ પોતે તેમાં હાજર રહેશે.

શું હતો આખો મામલો ?

વિસનગર કોર્ટે હાર્દિક પટેલ અને લાલજી પટેલ વિરુદ્ધ વિસનગરમાં તોડ ફોડ કરવા બદલ વોરંટ જાહેર કર્યુ હતું. એક તરફ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી દ્વારા પાટિદાર વિરુદ્ધનાં કેસ રદ્દ કરવામાં આવ્યા છે ત્યારે હાર્દિક પટેલ અને લાલજી પટેલ વિરુદ્ધ વોરંટ જાહેર કરવામાં આવતા પાટીદાર સમાજમાં રોષ જોવા મળ્યો હતો. હાર્દિક પટેલ અને લાલજી પટેલ વિરુદ્ધ અનામત

આંદોલોન સમયે MLAની ઓફિસમાં તોડફોડ કરવાનો આરોપ હતો તે મામલે વિસનગર કોર્ટે તેમનાં વિરુદ્ધ ધરપકડનું વોરંટ જાહેર કર્યુ છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર