હાર્દિક પટેલે ખોડલધામમાં માં ખોડલના કર્યા દર્શન,'અનામત આંદોલન માટે લીધા આશીર્વાદ'

Jan 20, 2017 09:17 AM IST | Updated on: Jan 20, 2017 09:18 AM IST

કાગવડઃ પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિકે પટેલે ખોડલધામમાં માં ખોડલના દર્શન કર્યા હતા. પાસ નેતા દિનેશ બાંભણિયા સહિત પાસ નેતાઓ હાજર રહ્યા હતા.મંદિરના ટ્રસ્ટી સહિત અગ્રણીઓ સાથે મુલાકાતની ચર્ચા કરી હતી.મહોત્સવમાં 'જય પાટીદાર' અને 'જય સરદાર'ના નારા લાગ્યા હતા. આજે વહેલી સવારે જ તેણે માતાજીના દર્શનનો લાભ લીધો હતો.

ખોડલધામના દર્શન કર્યા બાદ હાર્દિક પટેલે નિવેદનમાં જણાવ્યું હતું કે,માં ખોડલના આશીર્વાદ લીધા છે.પાટીદારોની કુળદેવી માં ખોડલ અને ઉમા છે.ખોડલ મંદિર સાતમી અજાયબી છે.અનામત આંદોલન માટે માં ખોડલના આશીર્વાદ લીધા છે.ધાર્યું કામ સફળતાથી થાય તેવી પ્રાર્થના કરી છે.

હાર્દિક પટેલે ખોડલધામમાં માં ખોડલના કર્યા દર્શન,'અનામત આંદોલન માટે લીધા આશીર્વાદ'

હાર્દિક પટેલ વધુમાં કહ્યુ હતું કેસમાજને એક કરવાનો ઉત્સવ છે.મા ખોડલના ઉત્સવને લઈને આનંદની અનુભૂતિ થઈ છે.કેટલાક લોકો આંદોલનને તોડવા માગે છે પણ પણ સમાજ એક જ રહેશે. હાર્દિક પટેલ અને નરેશ પટેલ વચ્ચે મુલાકાત થઈ હોવાની ચર્ચા પણ છે.

વિઠ્ઠલભાઇ મારા વડીલ છે. મતભેદ તો થયા રાખે

ઇટીવી સાથે વાતચીતમાં હાર્દિકે જણાવ્યું હતું કે,મનને શાંતિ મળે તે માટે વહેલી સવારે મા ખોડલના દર્શન કરવા પહોચ્યો છું. વિઠ્ઠલભાઇ મારા વડીલ છે. મતભેદ તો થયા રાખે. વિજય રૂપાણી અમિત શાહનું મહોરૂ છે. વિઠ્ઠલભાઇ સમાજના બે ભાઇઓને જુદા પાડી રહ્યા છે પરંતુ સમાજ સમજુ છે.

સુચવેલા સમાચાર