હાર્દિક પટેલે સરકાર પર લગાવ્યો આરોપ, "મારી જાસૂસી કરવા તેમના લોકોને મારી પાસે મોકલે છે"

Nov 06, 2017 02:19 PM IST | Updated on: Nov 06, 2017 02:44 PM IST

વર્ષ 2017ની ગુજરાત ચૂંટણી ઘણી જ રસાકસી વાળી જણાઇ રહી છે. સૌ કોઇ આ ચૂંટણીનો બરાબર લાભ ખાંટવા માંગે છે તેતી તો એક પણ તક જતી નથી કરતું. હાલમાં જ પાસ કન્વિનર હાર્દિક પટેલે સરકાર પર નવો આરોપ લગાવ્યો છે તેનું કહેવું છે સરકાર મારી જાસુસી કરવવાં ઇચ્છે છે એટલે તેઓ મને પોલીસ પ્રોટેક્શન આપી રહ્યાં છે. મારે પોલીસ પ્રોટેક્શનની કોઇ જ જરૂર નથી. છતાં મને આપવામાં આવ્યું છે.

જ્યારે મે પોલીસ પ્રોટેક્શનની માંગણી કરી જ ન હતી તો કેમ મને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવ્યું તે મને સમજાતુ નથી. મને લાગે છે કે સરકાર મારી જાસુસી કરાવવાં ઇચ્છે છે તેથી જ તેમણે મને આ પ્રકારે પોલીસ પ્રોટેક્શન આપ્યું છે.

એક તરફ જ્યાં મારા જ ખાવાનાં ફા-ફા છે ત્યાં હું ક્યાં પોલીસને દરરોજ ભોજનની વ્યવસ્થા કરવાનો હતો. તેમ પણ પાસ કન્વિનર હાર્દિક પટેલે ઉમેર્યુ હતું.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર