વાહનોમાં હાઈસિક્યુરિટી નંબર પ્લેટ નહી હોય તો ચુકવવો પડશે દંડ

Jan 01, 2017 01:48 PM IST | Updated on: Jan 01, 2017 01:48 PM IST

અમદાવાદઃ આજથી રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રનો અમલ કરવામાં આવ્યો છે.જો કે આજથી નવા કે જુના તમામ વાહનોમાં હાઈસિક્યુરિટી નંબર પ્લેટ હોવી ફરજીયાત છે.નહી તો દંડ આપવો પડશે. અમદાવાદ જિલ્લામાં લાખોની સંખ્યામાં વાહનો છે.55 હજાર વાહનોમાં જ હાઈસિક્યુરિટી નંબર પ્લેટ લગાવાય છે. ત્યારેસરકારના પરિપત્રનો અમલ થશે ? તે સવાલ છે.

પ્રજાની સલામતી અને સુરક્ષા માટે સરકાર દ્વારા અનેક પરિપત્ર બહાર પડાય છે.ત્યારે વધુ એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો કે પહેલી જાન્યુઆરી 2017થી એટલે કે આજથી તમામ વાહનોમાં હાઈસિક્યુરિટી નંબર પ્લેટ હોવી ફરજીયાત છે.આરટીઓ દ્વારા રજાના દિવસે પણ હાઈસિક્યુરિટી નંબર પ્લેટ લગાવવાની કામગીરી ચાલુ રાખી હતી.જેના કારણે 55 હજાર વાહનોમાં હાઈસિક્યુરિટી નંબર પ્લેટ લગાવી દેવામાં આવ્યા છે.પરંતુ હજુ પણ કેટલાય વાહનો બાકી છે.જેમાં હાઈસિક્યુરિટી નંબર પ્લેટ લગાવવાની બાકી છે અને આજથી હાઈસિક્યુરિટી નંબર પ્લેટ ફરજીયાત કરી દેવામાં આવી છે.પરંતુ આજે રજાનો દિવસ હોવાથી કદાચ દંડથી બચી જવાશે.પરંતુ આવતીકાલથી હાઈસિક્યુરિટી નંબર પ્લેટ નહી હોય તો દંડ ચુકવવો પડશે.

વાહનોમાં હાઈસિક્યુરિટી નંબર પ્લેટ નહી હોય તો ચુકવવો પડશે દંડ

જો કે સરકાર દ્વારા આગ્રહ રાખવામાં આવી રહ્યો છે કે વાહનોમાં હાઈસિક્યુરિટી નંબર પ્લેટ હોવી જોઈએ.કારણ કે હાઈસિક્યુરિટી નંબર પ્લેટના કારણે ગુનાહિત પ્રવૃતિ અટક છે...અને વાહન ચોરાય ગયુ હશે.તો આરોપી અને વાહન શોધવામાં હાઈસિક્યુરિટી નંબર પ્લેટ મદદ રૂપ બનશેપરંતુ અમદાવાદ જિલ્લામાં દર મહિને 15 હજાર નવા વાહનો રોડ પર દોડી રહ્યા છે અને રોજ રોજ વાહનોની સંખ્યા વધી રહી છે.ત્યારે અમદાવાદ જિલ્લામાં લાખોની સંખ્યામાં વાહનો છે.ત્યારે જોવાનું એ રહેશે કે તમામ વાહનોમાં હાઈસિક્યુરિટી નંબર પ્લેટ લાગી જશે કે ફરિ એક વખત સરકારના પરિપત્રનું સુરસુરયુ થઈ જશે.

ફાઇલ તસવીર

સુચવેલા સમાચાર