જમ્મુ-કાશ્મીરઃબર્ફીલા તોફાનનો કહેર,15 જવાનમાંથી ફક્ત એક જ બચ્યો

Jan 27, 2017 12:03 PM IST | Updated on: Jan 27, 2017 12:03 PM IST

જમ્મુ-કાશ્મીરઃજમ્મુ-કશ્મીરના ગુરેજ સેક્ટરમાં બર્ફીલા તોફાનની જપેટમાં આવી જવાથી શહીદ થનારા જવાનોની સંખ્યા વધીને 14 પર પહોચી ગઇ છે. સેનાના બચાવદળે શુક્રવારે એક વધુ જવાનનો દેહ શોધી કાઢ્યો છે. આ સાથે જ રેસ્ક્યુ ઓપરેશન પુર્ણ થયું છે.

નોધનીય છે કે, બુધવારે સાંજે ગુરેજ સેક્ટરમાં બર્ફિલા તોફાનની જપેટમાં સેનાનો કેમ્પ દબાઇ ગયો હતો. તોફાનથી થયેલા હિમ સ્ખલનમાં 15 જવાન બરફમાં દબાઇ ગયા હતા. જેમાંથી ફક્ત એક જ જવાનને બચાવી શકાયો છે.

જમ્મુ-કાશ્મીરઃબર્ફીલા તોફાનનો કહેર,15 જવાનમાંથી ફક્ત એક જ બચ્યો

જમ્મુ-કાશ્મીરના ગુરેજ વિસ્તારમાં હિમસ્ખલન જીવલેણ બન્યુ છે. ગઇકાલે 6 જવાનોના શહીદ થયા હતા.ગુરેજ સેક્ટરમાં રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ આજે થયું છે. બર્ફીલા તોફાનમાં અત્યાર સુધી 20 લોકોના મોત નીપજ્યા છે.બર્ફીલા તોફાનમાં એક મેજર સહિત 15 જવાન શહીદ થયા છે.બાંદીપુરામાં 4 અને ઉરીમાં એક નાગરિકનું મોત નીપજ્યુ છે.25 જાન્યુઆરીઓ બર્ફીલા તોફાનમાં સેનાનો કેમ્પ દબાઈ ગયો હતો.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર