સરકારમાં તાકાત હોય તો અલ્પેશ ઠાકોરને રોકી બતાવે

Feb 15, 2017 05:16 PM IST | Updated on: Feb 15, 2017 05:16 PM IST

સાણંદ #સિંચાઇના પાણી માટે વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો પર કરાયેલા પોલીસ દમનના વિરોધમાં આજે અપાયેલા સાણંદ બંધના એલાનને પગલે સાણંદ આવેલા અલ્પેશ ઠાકોરે ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓની ધરપકડ કરવાની માંગ કરતાં કહ્યું હતું કે, જો અમારા કાર્યકરોને હેરાન કરાશે તો જોવા જેવી થશે, વિજય રૂપાણી ક્યાંય સભા નહીં કરી શકે અને સરકારમાં તાકાત હોય તો અલ્પેશ ઠાકોરને રોકી બતાવે.

વેપારીઓને ડરાવી દુકાનો ખોલાવી

અલ્પેશ ઠાકોરે કહ્યું કે,  જે રીતે બર્બરતા વાપરા, ભાજપના ગુંડાઓ દ્વારા વેપારીઓને ડરાવવામાં આવી રહ્યા છે. જે દુકાનો બંધ હતી એ ખોલાવાઇ રહી છે. સ્પષ્ટ માંગ છે કે ભાજપના અસામાજિક તત્વોની ધરપકડ કરો. ગુંડાગર્ડી પર આવશો તો ઠાકોર સેનાનો તાપ સહન નહી કરી શકો.

ઠાકોરે સેના રસ્તે આવશે તો...

ઠાકોર સેનાના હજારો યુવાનો જો રસ્તા પર આવી જશે તો વિજય રૂપાણી ક્યાંય સભા નહીં કરી શકે. અમારી સ્પષ્ટ માંગ છે કે, આ ગુંડાઓની તાત્કાલિક અસરથી ધરપકડ કરો નહીંતો અમે જોઇ લેશું કે વિજય રૂપાણી કેવી રીતે ક્યાંય સભા કરે છે. સરકારમાં તાકાત હોય તો અલ્પેશ ઠાકોરને રોકી બતાવે.

વ્યાસ સામે કાર્યવાહી કરાશે

અલ્પેશ ઠાકોરે કહ્યું કે,  વ્યાસ પીએસઆઇ જે ગાળો બોલી રહ્યા છે એ ભારતીયા જનતા પાર્ટીના એજન્ટ બની બેઠા છે. હું એમની વિરૂધ્ધ ઓફિસિયલી ફરિયાદ કરીશ અને એમની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.

એન્કાઉન્ટરની ધમકી અપાઇ

મિશ્ર પ્રતિસાદ નહીં પરંતુ સજ્જડ બંધ છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓને સાથે રાખીને જે રીતે દુકાનો ખોલાવી છે એનાથી વેપારીઓ ડરી ગયા છે. મારા ઉપ પ્રમુખને ધમકી આપવામાં આવી કે તમારા યુવાનોને ફસાવી દેવાશે અને એન્કાઉન્ટર કરી દેવાશે એવું કહેવાતાં એમ કહ્યું.

અમે કોઇ પાર્ટીના હાથા નથી

અમે કોઇ પાર્ટીઓના હાથા નથી, ધારાસભ્યએ ખેડૂતો માટે લડવું જોઇએ પરંતુ તેઓ સરકાર સાથે બેઠા છે.  ભાજપ કોંગ્રેસની મીલીભગત છે. પરંતુ અમે ખેડૂતો માટે લડતા રહીશું.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર