નલિયાકાંડ: ભાજપના નેતાઓ ગેસ્ટ હાઉસમાં રંગરેલિયા મનાવતા હતા

Feb 12, 2017 08:56 AM IST | Updated on: Feb 12, 2017 08:56 AM IST

અમદાવાદ #નલિયાકાંડ સામુહિક દુષ્કર્મ કેસમાં નીત નવા ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે. બહુચર્ચિત આ કેસમાં પોલીસે ભાજપના ત્રણ પદાધિકારીઓની ધરપકડ કરી છે, આ સંજોગોમાં ચોંકાવનારો ખુલાસો એ સામે આવ્યો છે કે ભાજપના નેતાઓ અમદાવાદના ગેસ્ટહાઉસમાં રંગરેલિયા મનાવતા હતા.

કચ્છના બહુચર્ચિત નલિયાકાંડમાં મુખ્ય સુત્રધાર શાંતિલાલ સોલંકી સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે પોલીસે મધ્ય રાત્રિ દરમિયાન સામખિયાળી નજીક પોલીસે ગાંધીધામ નગરપાલિકાના નગરસેવક અજીત રામવાણી, વસંત કરશનદાસ ભાનુશાણી અને ગાંધીધામ શહેર ભાજપના મહામંત્રી ગોવિંદ પારૂમલાણીને પકડી લીધા હતા.

નલિયાકાંડ: ભાજપના નેતાઓ ગેસ્ટ હાઉસમાં રંગરેલિયા મનાવતા હતા

સસ્તા અનાજની દુકાનમાંથી કરોડપતિ

એક સમયે સસ્તા અનાજની દુકાન ચલાવતો અજીત રામવાણી આજે કરોડપતિ છે. એવું કહેવાય છે કે, છોકરીઓ સપ્લાય કરી નેતાઓને ખુશ રાખવામાં અજીત માહેર છે અને આ આવડતથી તે કરોડપતિ થયો છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર