નલિયાકાંડ મુદ્દે કોંગ્રેસ કરશે વિધાનસભામાં 'કાળો' વિરોધ, પોલીસ સક્રિય

Feb 20, 2017 10:45 AM IST | Updated on: Feb 20, 2017 11:28 AM IST

ગાંધીનગર #નલિયાકાંડના વિરોધમાં નલિયાથી ગાંધીનગર સુધીની કોંગ્રેસની બેટી બચાવ યાત્રાનું આજે ગાંધીનગર ખાતે સમાપન કરાશે. આ સાથે કોંગ્રેસ દ્વારા સરકારને ભીંસમાં લેવા માટે વિધાનસભાનો ઘેરાવ કરાશે. કોઇ અનિચ્છનિય બનાવ ન બને એને લઇને પોલીસ સક્રિય બની છે.

કોંગ્રેસની બેટી બચાવ યાત્રાના સમાપન અંગે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ કહ્યું કે, નલિયાકાંડ જેવી ઘટનાથી લાજવાને બદલે ભાજપ ગાજી રહી છે. પરંતુ અમે જનતાની સાથે છીએ અને ન્યાય માટે ઉગ્ર વિરોધ નોંધાવીશું.

વધુમાં તેમણે કહ્યું કે, કોંગ્રેસ દ્વારા કાળા વસ્ત્રો પહેરીને આજે સરકારનો વિરોધ કરાશે. વિધાનસભામાં ઉગ્ર વિરોધ કરાશે.

અહીં નોંધનિય છે કે, ગુજરાત વિધાનસભાનું આજથી બજેટ સત્ર શરૂ થવાનું છે ત્યારે કોંગ્રેસ  ઉગ્ર વિરોધ માટે મક્કમ છે. આ જોતાં આવતીકાલે રજુ થનાર બજેટ પણ તોફાની બને એવા આસાર છે.

congress-bharatsinh

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર