ગુજરાતમાં વહેલી ચૂંટણી નહીં યોજાય, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપ્યા સંકેત

Jan 03, 2017 12:29 PM IST | Updated on: Jan 03, 2017 03:54 PM IST

અમદાવાદ #ઉત્તરપ્રદેશ સહિત દેશના અન્ય રાજ્યોમાં ચૂંટણીને લઇને ઢોલ વાગી રહ્યા છે ત્યાં ગુજરાતમાં પણ વહેલી ચૂંટણી આવવાની જોવાઇ રહેલી શક્યતાઓ પર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઠંડું પાણી રેડ્યું છે. આજે અમદાવાદ ખાતે એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં વહેલી ચૂંટણી નહીં યોજાય એ અંગે સંકેત આપ્યા હતા.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્માણ કરાયેલા આવાસોના લકી ડ્રો અવસરે ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકારો સાથે વાત કરી હતી. આ દરમિયાન એમણે રાજ્યમાં વહેલી ચૂંટણી નહીં યોજાય એ અંગે સંકેત આપ્યા હતા.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકારોને જણાવ્યું હતું કે, આ માત્ર અફવા છે. કોંગ્રેસ દ્વારા કાર્યકરો સક્રિય રહે એ માટે આવી અફવા ફેલાવાઇ રહી છે. બાકી આવું કંઇ નથી.

(FILE: PHOTO)

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર